Gujarat Election 2022: પાલ આંબલીયાને ટિકિટ ના મળતા કોંગ્રેસના કિસાન સેલમાં નારાજગી, સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવ્યો
કોંગ્રેસમાં (Congress) કેટલીક જગ્યા પર આતંરિક વિરોધનો સુર ઉઠ્યો છે. રાજકોટમાં પાલ આંબલીયાને ટિકિટ આપવામાં આવી નથી. ત્યારે પાલ આંબલીયાને ટિકિટ ના મળતા કોંગ્રેસના કિસાન સેલમાં નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને વિવિધ રાજકીય પક્ષોએ પૂરજોશમાં પ્રચાર શરુ કરી દીધો છે. જો કે બીજી જ તરફ કોંગ્રેસમાં કેટલીક જગ્યા પર આતંરિક વિરોધનો સુર ઉઠ્યો છે. રાજકોટમાં પાલ આંબલીયાને ટિકિટ આપવામાં આવી નથી. ત્યારે પાલ આંબલીયાને ટિકિટ ના મળતા કોંગ્રેસના કિસાન સેલમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ કિસાન સેલના આગેવાનોએ સોશિયલ મીડિયામાં બળાપો વ્યક્ત કર્યો છે.
ગુજરાત ઇલેકશન 2022 : પાલ આંબલિયાને ટિકિટ આપવા માગ
પાલ આંબલીયાને ટિકિટ ના મળતા નારાજગી જોવા મળી રહી છે. પાલ આંબલીયાને ટિકિટ મળવી જોઈએ તેવો અભિપ્રાય સામે આવી રહ્યો છે. દ્વારકા બેઠક પરથી કોંગ્રેસમાંથી આંબલીયાએ દાવેદારી નોંધાવી હતી. જો કે કોંગ્રેસ તેમને ટિકિટ ન આપી અને દ્વારકામાં મૂળુ કંડોરિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે. ત્યારે પાલ આંબલિયાને ટિકિટ આપવા કિસાન સેલમાં માગ ઉઠી છે.
ગુજરાત ઇલેકશન 2022 : અન્ય વિધાનસભા બેઠક પર પણ વિરોધ
આ તરફ કોંગ્રેસમાં અન્ય વિધાનસભા બેઠક પર પણ કકળાટ સામે આવ્યો છે. અમદાવાદમાં NSUIના કાર્યકર્તાઓએ યુવાનોને ટિકિટ આપવા માટે માગ કરીને દેખાવો કર્યા હતા. તો બાયડના ધારાસભ્ય જશુ પટેલ અશોક ગેહલોતને મળીને રિપીટ કરવા માટે માગ કરી છે. આ બાજુ વઢવાણ કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર તરૂણ ગઢવીનો વિરોધ થયો છે. રૂપિયા લઈ ટિકિટ આપી હોવાના દાવા સાથે કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામાની ચીમકી આપી છે. મહેસાણા જિલ્લામાં 5 બેઠકના ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં કોકડું ગુચવાયું છે. તો વલસાડની ધરમપુર બેઠક પર કોંગ્રેસના કિશન પટેલ અને કલ્પેશ પટેલની દાવેદારીને લઇને વિવાદ વકર્યો છે.
ગુજરાત ઇલેકશન 2022 : વિવાદ ખાળવા ટીમ મોકલાઇ
કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચાલી રહેલા વિવાદને ખાળવા દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે. વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્લીથી મોટી ટીમ મોકલી છે. કોંગ્રેસે દિલ્લીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ વિવાદ ખાળવાની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના 4 સહપ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીની ગુંચ ઉકેલવના દિલ્લીથી ટીમ આવી છે. શુક્રવારે પણ વિપક્ષના નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઇ હોવાની ફરિયાદ છે.