Gadar 2 : સની દેઓલને મળ્યો આ ક્યૂટ તારા સિંહ, VIDEO એ જીત્યા લાખો દિલ

Gadar 2: સની દેઓલની (Sunny Deol) ફિલ્મ 'ગદર 2' શુક્રવારે રિલીઝ થઈ છે. જુહુમાં સની એક ડબિંગ સ્ટુડિયોની બહાર છોટે તારા સિંહને મળ્યો હતો. સનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Gadar 2 : સની દેઓલને મળ્યો આ ક્યૂટ તારા સિંહ, VIDEO એ જીત્યા લાખો દિલ
Sunny Deol
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 7:20 PM

Gadar 2: લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહ્યા બાદ સની દેઓલે (Sunny Deol) ‘ગદર 2’થી કમબેક કર્યું છે. જ્યારથી ફિલ્મ ‘ગદર 2’ની જાહેરાત થઈ છે, ત્યારથી જ તારા સિંહનું પાત્ર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ‘ગદર 2’ 2001 ના બ્લોકબસ્ટર રોમેન્ટિક ડ્રામા ની સિક્વલ ‘ગદર: એક પ્રેમ કથા’ શુક્રવારે રિલીઝ થઈ. જેમાં ફરી એકવાર સની દેઓલ અને અમીષા પટેલ લીડ રોલમાં છે. ફિલ્મની રિલીઝ પછી એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સુંદર નાનો તારા સિંહ વાસ્તવિક તારા સિંહ સાથે જોવા મળી રહ્યો છે.

ક્યૂટ તારા સિંહને જોઈને સની ઈમોશનલ થયો

સની દેઓલ જુહુમાં તેના પોતાના ડબિંગ સ્ટુડિયો સુપર સની સાઉન્ડની બહાર જોવા મળ્યો હતો. આ વીડિયોમાં સની ફરી એકવાર તારા સિંહના ગેટઅપમાં જોવા મળ્યો હતો. તેને ક્રીમ પાયજામા પહેર્યો હતો અને ઘેરા લીલા કલરની પાઘડી સાથે તેનો લૂક કમ્પલીટ કર્યો હતો. પરંતુ વીડિયોમાં એક અન્ય તારા સિંહ જોવા મળી રહ્યો છે, જેણે તેના પગને પણ સ્પર્શ કર્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

‘ગદર’માં તેના પાત્ર જેવો જ એક બાળક જોવા મળ્યો હતો. વીડિયોમાં તારા સિંહના રૂપમાં દેખાતો નાનો છોકરો સનીની બાજુમાં ઊભો જોઈ શકાય છે. જ્યારે વાસ્તવિક તારા સિંહ બાળકના ખભા પર હાથ મૂકે છે, ત્યારે છોકરો આનંદથી કૂદી પડે છે. વીડિયોમાં આ બાળકે ફેન્સનું દિલ જીતી લીધું છે.

(VC: viralbhayani instagram)

‘ગદર 2’ એ જોરદાર કમાણી કરી

‘ગદર 2’ શુક્રવારે થિયેટરોમાં આવી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. શાનદાર સિક્વલ વર્ષની સૌથી મોટી બોક્સ ઓફિસ ઓપનર તરીકે ઉભરી આવી છે. એડવાન્સ બુકિંગથી ‘ગદર 2’ને ઘણો ફાયદો થયો છે. ફિલ્મને પહેલા દિવસે જ શાનદાર ઓપનિંગ મળી છે. ‘ગદર 2’ની પહેલા દિવસની કમાણી પર નજર કરીએ તો સની દેઓલની ફિલ્મે 40 કરોડની જોરદાર ઓપનિંગ કરી છે. આવામાં ‘ગદર 2’ આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.

આ પણ વાંચો : ઈશા દેઓલે સની દેઓલ માટે કર્યું આ ખાસ કામ, ભાઈ અને બહેન વચ્ચે જોવા મળ્યો સ્પેશિયલ બોન્ડ, જુઓ Video

કેવી છે ફિલ્મ

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર 2માં સની દેઓલ અને અમીષા પટેલ લીડ રોલમાં છે. તેમાં અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ જીતેની ભૂમિકામાં છે. તારા સિંહ અગાઉની ફિલ્મની વાર્તાને આગળ ધપાવે છે અને તેના પુત્ર જીતાને શોધવા પાકિસ્તાન જાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">