Gadar 2નો હેન્ડપંપ સીન ચોરી-છુપી રીતે કર્યો શૂટ, શું હતું કારણ? શા માટે આ સીનનું શૂટિંગ સિક્રેટ રાખવું પડ્યું?
મીડિયા સાથેની એક મુલાકાતમાં ગદર 2 ના કલાકારો ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌરે જણાવ્યું હતું કે, ફિલ્મના લોકપ્રિય 'હેન્ડપંપ' દ્રશ્યને કેવી રીતે શૂટ કરવામાં આવ્યું હતું.
સની દેઓલ અભિનીત ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને તે બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌરે આ ફિલ્મ સાથે જોડાયેલો ફની ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે ફિલ્મનો હેન્ડપમ્પ સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યો હતો. મીડિયા સાથેની એક મુલાકાતમાં ગદર 2 ના કલાકારો ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌરે જણાવ્યું હતું કે, ફિલ્મના લોકપ્રિય ‘હેન્ડપંપ’ દ્રશ્યને કેવી રીતે શૂટ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Gadar 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ, પાકિસ્તાનના લોકોએ કહ્યું અમને તક મળશે તો અત્યારે જ ભારત જતાં રહીશું, જુઓ Video
અમે પણ સેટ પર નહોતા- ઉત્કર્ષ શર્મા
તેણે કહ્યું, “અમે જાણી જોઈને સેટ પર ‘હેન્ડપમ્પ’ સીન પર ચર્ચા કરી ન હતી. અમે તેને સિક્રેટ રાખ્યું હતું. જેથી તેના વિશેની આતુરતા જળવાઈ રહે. આ સીનને સિક્રેટ રીતે શૂટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સીન શૂટ કરવામાં આવ્યો ત્યારે અન્ય કોઈ એક્ટર સેટ પર નહોતા. અમે આ સીન જાણતા હતા પરંતુ અમે તેનો હિસ્સો બન્યા ન હતા. સની દેઓલે વહેલી સવારે તેનું શૂટિંગ કર્યું હતું, તે સમયે અમે પણ સેટ પર નહોતા.
તારા અને સકીનાને જોવા માટે જનતા થિયેટરમાં
તેણે વધુમાં ઉમેર્યું, “જ્યારે તેઓ એક દિવસ પહેલા લખનૌમાં લોકેશન પર શૂટ કરવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે લોકોએ પ્રોપર્ટી જોઈ…હેન્ડ પંપ અને તરત જ ત્યાં એક વિશાળ ભીડ એકઠી થઈ ગઈ. પછી અમારે લોકેશન બદલવું પડ્યું. કારણ કે ત્યાં શૂટિંગ કરવું મુશ્કેલ બન્યું હતું. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત ગદર 2, 2001ની હિટ ફિલ્મ ગદર: એક પ્રેમ કથાની સિક્વલ છે.
બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ
તારા સિંહના રોલમાં સની દેઓલે એવી રીતે પ્રભાવિત કર્યા કે, આજે 22 વર્ષ પછી પણ એ જ જાદુ બરકરાર છે. તારા અને સકીનાને જોવા માટે જનતા થિયેટરમાં પહોંચી રહી છે. આ ફિલ્મે 2 જ દિવસમાં બોક્સ ઓફિસ પર 83 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને હવે આ આંકડો વધુ વધવા જઈ રહ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ગદર 2 બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવશે.