Fukrey 3 Release Date: ફુકરે 3 ના પોસ્ટરમાં ન જોવા મળ્યો આ સ્ટાર, જાણો ફિલ્મ ક્યારે થશે થિયેટરોમાં રિલીઝ
Fukrey 3 Release Date: ફુકરેનો પહેલો અને બીજો પાર્ટ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. બે પાર્ટની સફળતા પછી 'ચૂચા', 'ભોલી પંજાબણ'ની ફરી એકવાર પરત ફરી રહ્યા છે. 'ફુકરે 3'નું (Fukrey 3) પોસ્ટર અને રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.
Fukrey 3 Release Date: ચૂચા, હની, ઝફર અને લાલી આ ચાર મિત્રો તો તમને યાદ જ હશે, જેમણે લોકોને સરળ અને ઝડપી પૈસા કમાવવાના તેમના સપના દ્વારા ખૂબ હસાવ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ હિટ કોમેડી ફિલ્મ ફ્રેન્ચાઈઝી ‘ફુકરે‘ની. આ ફિલ્મના બંને પાર્ટ લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આ ફિલ્મ દ્વારા ભોલી પંજાબન બનેલી રિચા ચઢ્ઢા પણ ચર્ચામાં રહી હતી. આ તમામ પાત્રો પડદા પર ફરી એકવાર જોવા મળવાના છે. ફિલ્મના પોસ્ટરની સાથે સાથે રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.
હિટ કોમેડી ફિલ્મ ‘ફુકરે’નો ત્રીજો પાર્ટ 7મી સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મના મેકર્સે મંગળવારે આ ફિલ્મની જાહેરાત કરી છે. રિતેશ સિંધવાની અને ફરહાન અખ્તરની ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટ’ના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.
કોમેડી ફિલ્મ ‘ફુકરે’ની સ્ટોરી ચાર મિત્રોની આસપાસ ફરે છે. આ પાત્રો હની (પુલકિત સમ્રાટ), ચૂચા (વરુણ શર્મા), લાલી (મનજોત સિંહ) અને ઝફર (અલી ફઝલ) ભજવે છે. ફિલ્મમાં ચારેય એકસાથે ઈઝી પૈસા કમાવા માટે સાથે આવે છે. આ સિવાય આ ફિલ્મમાં સ્થાનિક ગેંગસ્ટરના રોલમાં ભોલી પંજાબન (રિચા ચઢ્ઢા) અને પંડિતજીના રોલમાં પંકજ ત્રિપાઠી છે. મૃગદીપ સિંહ લાંબા પહેલા બે પાર્ટમાં – ‘ફુકરે’ (2013) અને ‘ફુકરે રિટર્ન્સ’ (2017) નિર્દેશિત કર્યા પછી ત્રીજી ફિલ્મના નિર્દેશક તરીકે પરત ફરી રહ્યા છે.
View this post on Instagram
પોસ્ટરમાં ન જોવા મળ્યો અલી ફઝલ
‘ફુકરે 3’નું પોસ્ટર વરુણ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યું છે, જેમાં વરુણ શર્મા, પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠી જોવા મળે છે. પરંતુ આ પોસ્ટરમાં અલી ફઝલ જોવા મળતો નથી, જેના પરથી લાગે છે કે તે ત્રીજા પાર્ટનો ભાગ નહીં હોય.
આ પણ વાંચો : અજય દેવગનની ‘ભોલા’નું ટીઝર થયું રીલિઝ, ફિલ્મમાં જોવા મળશે જબરજસ્ત એક્શન
વરુણ શર્માએ કહી આ વાત
આ પોસ્ટરને શેયર કરતા વરુણ શર્માએ કેપ્શનમાં લખ્યું કે “એક ફિલ્મ જે મારા માટે ખૂબ જ ખાસ છે. એક ફિલ્મ જેના દ્વારા મેં મારી સફર શરૂ કરી. એક પાત્ર જે મારા નામનો પર્યાવાચી છે. ચૂચા આવી રહ્યો છે ફરી પોતાની ટોળકી સાથે. મળીયે 7 સપ્ટેમ્બરે થિયેટરમાં.