AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજય દેવગનની ‘ભોલા’નું ટીઝર થયું રીલિઝ, ફિલ્મમાં જોવા મળશે જબરજસ્ત એક્શન

Bholaa Teaser Ajay Devgn: બોલિવૂડ એક્ટર અજય દેવગનની (Ajay Devgn) ફિલ્મ ભોલાનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં તેનો ઈન્ટેન્સ લૂક જોવા મળે છે અને તે જબરદસ્ત એક્શન મોડમાં છે. ફેન્સ પણ તેના આ ટીઝરના વખાણ કરી રહ્યા છે.

અજય દેવગનની 'ભોલા'નું ટીઝર થયું રીલિઝ, ફિલ્મમાં જોવા મળશે જબરજસ્ત એક્શન
Ajay DevgnImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 5:32 PM
Share

Bholaa Teaser Ajay Devgn: બોલિવૂડ એક્ટર અજય દેવગનની ફિલ્મ ભોલાનું નવું ટીઝર રીલિઝ થઈ ગયું છે. ફિલ્મમાં અજય દેવગનનું વિકરાળ રૂપ જોવા મળશે. તેના ઘણા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. હવે આ ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર જોઈને અંદાજ લગાવી શકાય છે કે અજય દેવગનની આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે.

ઘણી ફિલ્મોમાં અજય દેવગન એક્શન કરતો જોવા મળ્યો છે. પરંતુ બનારસના બેકડ્રોપ પર ભોલેનાથના ભક્ત અજય દેવગનનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. તેનો લૂક પણ ખૂબ જ ઈન્ટેન્સ છે અને આ ટીઝર પણ ખૂબ જ પ્રોમોસિંગ લાગી રહ્યું છે. અજય દેવગન ફુલ ઓન એક્શન મોડમાં છે. અજયે પોતે જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેયર કર્યું અને કેપ્શનમાં લખ્યું – જબ એક ચટ્ટાન સૌ શૈતાન સે ટકરાએગા… #BholaaTeaser2 ટીઝર આઉટ.

ટીઝર અહીં જુઓ

કેવું છે ફેન્સનું રિએક્શન

અજય દેવગનના આ ટીઝર પર ફેન્સ પણ જોરદાર રિએક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મને લઈને પોતાની આતુરતા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે – અજય દેવગન મૂવીઝની રિમેક બનાવી રહ્યા છે, પરંતુ તે ખૂબ જ શાનદાર રીતે બનાવી રહ્યા છે. અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં લખ્યું છે કે 3 નેશનલ એવોર્ડ જીતનાર એક્ટર અજય દેવગનની અન્ય એક બ્વોકબસ્ટર ફિલ્મ. તમને જણાવી દઈએ કે આ પહેલા ફિલ્મનો તબ્બૂનો લૂક આઉટ થયો હતો, જેમાં તે પોલીસના યુનિફોર્મમાં જોવા મળી હતી. તેનો લૂક ખૂબ જ ધાકડ હતો અને ફેન્સને પણ તે પસંદ આવ્યો હતો.

આ પણ વાંચો : Athiya shetty kl rahul wedding : ઈન્ટરનેટ પર આથિયા-કેએલ રાહુલના આઉટફિટ ચર્ચામાં, લગ્નના આઉટફિટ કોણે કર્યા ડિઝાઇન?

આ દિવસે રીલિઝ થશે ફિલ્મ

ફિલ્મની વાત કરીએ તો અજય દેવગને પોતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આમાં તેની અપોઝિટ તબ્બૂ જોવા મળી રહી છે. ફરી એકવાર દ્રશ્યમની આ સુપરહિટ જોડી ફેન્સને એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં દીપક દોબરિયાલ, શરદ કેલકર, માકરંદ દેશપાંડે અને સંજય મિશ્રા જોવા મળશે. અજયની અ ફિલ્મ સાઉથની ફિલ્મ કૈથીની રિમેક છે. આ ફિલ્મ 30 માર્ચ 2023ના રોજ રીલિઝ થશે.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">