AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી સિરિયલની કોપી છે ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’, આ 5 સીન જોઈને તમે પણ માની જશો

કૃતિ સેનન અને શાહિદ કપૂરની નવી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' તાજેતરમાં જ થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કૃતિને AI રોબોટ તરીકે બતાવવામાં આવી છે. તમે આ ફિલ્મ જોઈ હોય કે ન જોઈ હોય પણ તે મુવીમાં કેટલીક એવી વસ્તુઓ છે, જે તમે પહેલા પણ એક સિરિયલમાં જોઈ હશે. જાણો આ ફિલ્મના AI રોબોટે કઈ-કઈ વસ્તુઓ કોપી કરી છે.

ટીવી સિરિયલની કોપી છે ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા', આ 5 સીન જોઈને તમે પણ માની જશો
film Teri Baton Mein Aisa uljha Jiya
| Updated on: Feb 13, 2024 | 10:23 AM
Share

‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ જોયા પછી તમને રજનીકાંતનો રોબોટ યાદ હશે. કારણ કે બંને ફિલ્મોમાં રોબોટને દેખાડવામાં આવ્યા છે. પરંતુ અહીં અમે રજનીકાંતની ફિલ્મની નહીં પરંતુ એક સિરિયલની કોપીની વાત કરી રહ્યા છીએ. જેના ઘણા સીન આ ફિલ્મમાં કોપી કરવામાં આવ્યા છે.

સિરિયલ અને ફિલ્મમાં એકસરખા સીન

તમે જરાક યાદ કરો તો વર્ષ 2016માં ‘બહુ હમારી રજનીકાંત’ નામની સિરિયલ આવતી હતી. આમાં રિદ્ધિમા પંડિતે AIનું પાત્ર ભજવ્યું હતું. ડ્રામામાં તેનું નામ રજની હતું. બહુ હમારી રજનીકાંત અને તેરી બાત મેં ઐસા ઉલઝા જિયા બંનેમાં સ્ત્રી પાર્ટનર રોબોટ બતાવવામાં આવી છે.

(Credit Source : Maddock Films)

કૃતિ સેનન તેની નવી ફિલ્મમાં જે વસ્તુઓ કરતી જોવા મળે છે, તે તમે આ સિરિયલમાં પણ જોઈ શકો છો. અહીં અમે એવા પાંચ દ્રશ્યો વિશે જણાવી રહ્યા છીએ, જેમાં AI રોબોટ્સ રિદ્ધિમા અને કૃતિના પાત્રો એકબીજા સાથે મેચ કરે છે.

ડાન્સ વાળો સીન : તમે TBMAUJનું પ્રખ્યાત ગીત જબ દેખું બને રી લાલ પીલી આંખિયા અને તેના પર કૃતિનો ડાન્સ તો જોયો જ હશે. રિદ્ધિમાએ પણ આવો જ એક સીન કર્યો હતો.

હલ્દી-ચાંદલાનો સીન : બહુ હમારી રજનીકાંત અને તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા બંનેમાં, એક સરખો સીન જોવા મળે છે. જેમાં કૃતિ/રિધિમ્માની એન્ટ્રી પર ચાંદલો અને હલ્દી લગાવવામાં આવે છે.

કિચનમાં ટેક્નોલોજી : કૃતિ અને રિદ્ધિમાએ રોબોટનું પાત્ર ભજવ્યું છે, તે બંનેને સ્માર્ટ AI ટેક્નોલોજીની મદદથી રસોડામાં ખોરાક બનાવતા બતાવવામાં આવ્યા છે.

એન્ટ્રી અને કપલ સીન: કૃતિ/રિદ્ધિમા એન્ટ્રી અને કપલ સીન લગભગ એક સરખા જ લાગે છે.

બેટરી ડિસ્ચાર્જ : એઆઈ રોબોટ્સ સાથે સંકળાયેલી સિરિયલો અને ફિલ્મો બંનેમાં એક દ્રશ્ય જોવા મળે છે, જેમાં કૃતિ/રિધિમાની બેટરી ડિસ્ચાર્જ થઈ રહી હોવાનો સીન બતાવવામાં આવ્યો છે.

તમને બહુ હમારી રજનીકાંતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળશે. જેને જોઈને કહી શકાય કે તેરી બાતો મેં ઐસા ઉલ્ઝા જિયામાં કૃતિ સેનનનો રોલ રિદ્ધિમા સાથે એકદમ મેચ થતો આવે છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">