Viral Video : મેકઅપ આર્ટિસ્ટે અનોખી સ્ટાઇલમાં લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલિ
ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો દ્વારા લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન એક મેક-અપ આર્ટિસ્ટનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં જ દેશની મહાન ગાયિકા લતા મંગેશકરનું (Lata Mangeshkar) 92 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર જાણીને લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. બધાએ પોતપોતાની રીતે ગાયકને શ્રદ્ધાંજલિ આપી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો દ્વારા લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન એક મેક-અપ આર્ટિસ્ટનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે ચોંકી જશો. તમને લાગશે કે લતા દી ખરેખર ફરી આપણી વચ્ચે હાજર છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વીડિયોમાં એક છોકરી દેખાઈ રહી છે, થોડા સમય બાદ તે લતા મંગેશકર બની જાય છે. વાસ્તવમાં, આ છોકરી એક મેકઅપ આર્ટિસ્ટ છે, જે આર્ટ દ્વારા કોઈપણ રૂપ ધારણ કરે છે. તેણે તેની કલા દ્વારા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
View this post on Instagram
આ વીડિયો @stuck.in.a.paradise નામના ઈન્સ્ટાગ્રામ યૂઝરે તેના એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ સંપૂર્ણપણે ચોંકી ગયા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ખરેખર શાનદાર વીડિયો. અન્ય યુઝરે લખ્યું છે – તમે અદભૂત મેકઅપ આર્ટિસ્ટ છો.
આ પણ વાંચો –
કામની વાત: ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો બીજી કંપનીની ફ્લાઇટમાં કરી શકશો મુસાફરી, Air India અને Air Asia વચ્ચે થયો મોટો કરાર
આ પણ વાંચો –
Hijab Controversy: હિજાબ વિવાદ મામલાની વચ્ચે શાળામાં નમાજ અદા કરવાનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો –