AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇમરાન હાશ્મીએ કરી નવી હૉરર ફિલ્મની જાહેરાત, ડર અને મ્યુઝિકનો જોવા મળશે ‘અદ્ભુત સંગમ’

બોલિવૂડના 'હૉરર કિંગ' ગણાતા અભિનેતા ઇમરાન હાશ્મીએ પોતાના ફેન્સને એક ખાસ સરપ્રાઇઝ આપ્યું છે. તેમણે પોતાની આગામી મ્યુઝિકલ હૉરર ફિલ્મની જાહેરાત કરી છે. ટિપ્સ ફિલ્મ્સના સાથ સાથે આવનારી આ ફિલ્મમાં ડર, રોમાન્સ અને શાનદાર મ્યુઝિકનો એક અદ્ભુત સંગમ જોવા મળશે.

ઇમરાન હાશ્મીએ કરી નવી હૉરર ફિલ્મની જાહેરાત, ડર અને મ્યુઝિકનો જોવા મળશે 'અદ્ભુત સંગમ'
| Updated on: Nov 03, 2026 | 8:46 PM
Share

બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીએ (Emraan Hashmi) થોડી વાર પહેલાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સને મોટું સરપ્રાઇઝ આપ્યું છે. ઇમરાન હાશ્મીએ પોતાની અપકમિંગ મ્યુઝિકલ હોરર ફિલ્મ ‘રૂહ’ (Rooh) ની મોટી જાહેરાત કરી છે.

આ પ્રોજેક્ટમાં કુમાર તૌરાનીની એન્ટ્રીએ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધુ વધારી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મેકર્સ આ ફિલ્મને વર્ષ 2027માં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં થિયેટરોમાં રિલીઝ કરવાની મોટી પ્લાનિંગ કરી રહ્યા છે.

ઇમરાન હાશ્મીએ કરી નવી ફિલ્મની જાહેરાત

ઇમરાન હાશ્મીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એટલે કે ‘X’ પર ફિલ્મ ‘રૂહ’ નું મોશન પોસ્ટર પણ શેર કર્યું છે, જે ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે.

ઇમરાન હાશ્મીએ કેપ્શનમાં લખ્યું, ‘ડર જેટલો ઊંડો, મ્યુઝિક પણ એટલું જ શાનદાર. ઇમરાન હાશ્મીની મ્યુઝિકલ હોરર ફિલ્મ ‘રૂહ’ માટે ટિપ્સ ફિલ્મ્સ અને ટિપ્સ મ્યુઝિક એકસાથે આવ્યા છે. એક હોરર થિયેટ્રિકલ અનુભવ માટે તૈયાર થઈ જાઓ. વર્ષ 2027માં થિયેટરોમાં આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.’

ઇમરાન હાશ્મીની ‘રૂહ’ એક એવી હોરર ફિલ્મ બનવાની છે, જેમાં ડરની સાથે રોમાન્સ અને સંગીતને પણ ખાસ મહત્વ આપવામાં આવશે. ફિલ્મની વાર્તામાં ગીતોને માત્ર મનોરંજનનો હિસ્સો નહીં પરંતુ વાર્તાને આગળ વધારવાના હિસાબે તૈયાર કરવામાં આવશે.

આ મૂવીનું દિગ્દર્શન મયંક શર્મા કરી રહ્યા છે. તેમણે વિશાલ કપૂર સાથે મળીને આનું સ્ક્રીનપ્લે પણ લખ્યું છે. ફિલ્મના નિર્માતા કુમાર તૌરાની, ગિરિશ કુમાર, વિક્રમ ખાખર અને સની ખન્ના છે. વિકાસ સાહની કો-પ્રોડ્યુસરની જવાબદારી સંભાળી રહ્યા છે. ફિલ્મનું મ્યુઝિક ટિપ્સ મ્યુઝિકના બેનર હેઠળ રિલીઝ કરવામાં આવશે.

OMG 3 વિવાદમાં ઘેરાઈ ! અક્ષય કુમારની ફિલ્મમાંથી ડિરેક્ટરે પાછા ખેંચ્યા હાથ, રાણી મુખર્જીની એન્ટ્રી પર પણ ‘સસ્પેન્સ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">