Birthday Special : પહેલા ઝઘડો પછી પ્રેમ, રામ ચરણની love story ખૂબ જ ફિલ્મી છે
Ram Charan Birthday: સાઉથનો સુપરસ્ટાર રામ ચરણ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. તેમના ખાસ દિવસે અમે તમને તેમની લવ સ્ટોરી સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

સાઉથના સ્ટાર્સ તેમની દમદાર ફિલ્મોની સાથે સાથે તેમના વર્તન માટે પણ પસંદ કરવામાં આવે છે. આજે રામ ચરણનો જન્મદિવસ છે, સુપરસ્ટાર રામ ચરણ તેની ફિલ્મ RRR થી સતત ચર્ચામાં છે. આ ફિલ્મના ગીતોએ ઓસ્કાર એવોર્ડ પણ જીત્યો છે. પરંતુ ઓસ્કરની આખી સફર દરમિયાન રામ ચરણ સાથે તેની પત્ની ઉપાસના પણ હાજર હતી.ઉપાસના હાલમાં પ્રેગન્ટે છે. રામ ચરણે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ઓસ્કાર પહેલા ઈન્ટરવ્યુ દરમિયાન રામે પોતાના જીવનની આ ખુશી બધા સાથે શેર કરી હતી. ઉપાસના અને રામ ચરણ મળીને પરફેક્ટ કપલ ગોલ આપે છે.
આ જોડી ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. પરંતુ જો તમને લાગે છે કે રામ અને ઉપાસના શરૂઆતથી જ પ્રેમમાં હતા, તો તમે ખોટા છો. આ જોડીની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. રામ ચરણ આજે એટલે કે 27 માર્ચે તેમનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ તક પર આજે અમે તમને રામ અને ઉપાસનાની પ્રેમ કહાનીની ન સાંભળેલી વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
કેવી રહી પહેલી મુલાકાત?
રામ અને ઉપાસના કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. બંને વચ્ચે સારી વાતચીત પણ થઈ હતી. જોકે શરૂઆતમાં પ્રેમ નહોતો. તમને જાણીને નવાઈ લાગશે કે રામ અને ઉપાસના એકબીજા સાથે ઘણી લડાઈ કરતા હતા. પરંતુ આ ઝઘડો પ્રેમમાં કેવી રીતે બદલાયો તે બંનેને ખબર પણ ન પડી. સમોસા અને ચટણી પર ઝઘડતા આ મિત્રો ધીમે ધીમે પ્રેમમાં પડ્યા.
કેવી હતી પ્રેમની અભિવ્યક્તિ
રામ અને ઉપાસના સાથે પણ કંઈક આવું જ થયું. જ્યારે આ બંને એકબીજાથી દૂર હતા, ત્યારે તેઓ એકબીજાને મિસ કરવા લાગ્યા અને પછી બંનેને પ્રેમનો અહેસાસ થયો. પછી શું હતું, રામ અને ઉપાસનાએ વર્ષ 2011માં સગાઈ કરી લીધી અને 2012માં લગ્ન કરી લીધા.
પ્રિયંકા સાથે જોડાયું નામ
રામ ચરણનું નામ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે જોડાયું છે. પ્રિયંકા અને રામે ફિલ્મ જંજીરમાં સાથે કામ કર્યું હતું. જે બાદ તેમના લિન્ક-અપના સમાચારો સામે આવવા લાગ્યા હતા. જોકે, આ અહેવાલો માત્ર અફવા સાબિત થયા છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…