બોલિવૂડ ફરી વિવાદમાં: અભિનેત્રી લીના મારિયા પોલની ધરપકડ, આ કૌભાંડ કેસ જાણીને હચમચી જશો

સુકેશ ચંદશેખરની ગર્લફ્રેન્ડ લીના મારિયા પોલની (leena Maria Paul) દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. સુકેશ હાલમાં તિહાડ જેલમાં છે. તેણે જેલમાં બેસીને વસૂલાતનું રેકેટ ચલાવ્યું હતું.

બોલિવૂડ ફરી વિવાદમાં: અભિનેત્રી લીના મારિયા પોલની ધરપકડ, આ કૌભાંડ કેસ જાણીને હચમચી જશો
Delhi Police arrest actress leena maria paul in Sukesh Chandrashekhar money laundering case

છેતરપિંડીના કેસમાં અભિનેત્રી લીના મારિયા પોલની (Leena Maria Paul) ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે MCOCA એક્ટ હેઠળ લીનાની ધરપકડ કરી છે. EOW એ આરોપી સુકેશ અને તેના સહયોગીઓ સામે MCOCA હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ લોકોની ધરપકડ શક્ય છે. ED આ કેસની તપાસમાં વ્યસ્ત છે. ED ને નક્કર પુરાવા મળ્યા બાદ લીનાની ધરપકડ કરવામાં આવી છે.

200 કરોડની છેતરપિંડીનો કેસ છે

લીનાના બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખરે જેલની અંદરથી સ્પૂફ કોલ દ્વારા 2 ઉદ્યોગપતિઓના પરિવાર સાથે ડીલ કર્યો હતો. આ ડીલમાં તેમને જામીન પર બહાર કાવાનું વચન આપીને કરોડોની છેતરપિંડી કરી હતી. સુકેશ દ્વારા લગભગ 200 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આ કેસમાં સુકેશ સાથે તેની પત્ની અને ઘણા બેંક કર્મચારીઓ પણ આરોપી છે. જેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.

ED એ દરોડા પાડ્યા હતા

તાજેતરમાં ઇડીએ ચેન્નાઇમાં સુકેશના બંગલા પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેણે 16 મોટા વાહનો જપ્ત કર્યા હતા. આ સિવાય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના મોંઘા કપડા પણ ઘરમાં મળી આવ્યા હતા. જેની કિંમત કરોડોમાં છે.

લીનાની પહેલા પણ ધરપકડ થઈ ચૂકી છે

તમને જણાવી દઈએ કે લીનાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત નથી. આ પહેલા લીનાએ તેના બોયફ્રેન્ડ સાથે વર્ષ 2013 માં બેંકમાં છેતરપીંડી કરી હતી. જે બાદ વર્ષ 2015 માં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

સુકેશ હાલ પોલીસ રિમાન્ડમાં છે. ટૂંક સમયમાં જ ED તેને પૂછપરછ માટે તેના રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે. જેથી તેની કેસ અંગે પૂછપરછ કરી શકાય.

લીનાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેણે જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ મદ્રાસ કાફેમાં કામ કર્યું છે. આ સિવાય તેણે બિરયાની, કોબ્રા અને હસબન્ડ ઈ ગોવા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

જેકલીન ફર્નાન્ડીઝનું પણ નિવેદન

કેટલાક અહેવાલોમાં જણાવ્યા અનુસાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (jacqueline fernandez) મની લોન્ડરિંગ કેસમાં પોતાનું નિવેદન નોંધવા કેટલાક દિવસો પહેલા દિલ્હી પહોંચી હતી. પોલીસે જેકલીનની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. માહિતી મુજબ, આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) સાથે સંબંધિત છે. સુકેશ સામે પહેલાથી જ મની લોન્ડરિંગનો કેસ નોંધાયેલ છે.

 

આ પણ વાંચો: OMG: કમબેકની તૈયારીમાં અક્ષય કુમારની પહેલી હિરોઈન, જાણો કેમ વર્ષોથી ગાયબ હતી આ અભિનેત્રી

આ પણ વાંચો: Birthday Special: આ કારણે રાકેશ રોશન માથામાં નથી આવવા દેતા વાળ, જાણો કેમ માની હતી માનતા આ માનતા?

Click on your DTH Provider to Add TV9 Gujarati