AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: આ કારણે રાકેશ રોશન માથામાં નથી આવવા દેતા વાળ, જાણો કેમ માની હતી માનતા આ માનતા?

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા રાકેશ રોશન (Rakesh Roshan) આજે (6 સપ્ટેમ્બર) તેમનો 72 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પર ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

Birthday Special: આ કારણે રાકેશ રોશન માથામાં નથી આવવા દેતા વાળ, જાણો કેમ માની હતી માનતા આ માનતા?
Why is Rakesh Roshan always bald? know this interesting reason
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:30 AM
Share

કહો ના પ્યાર હૈ (Kaho Na Pyaar Hai), કોયલા (Koyla) જેવી ઘણી મહાન ફિલ્મોનું નિર્દેશન કરનાર દિગ્દર્શક રાકેશ રોશન (Rakesh Roshan) આજે (6 સપ્ટેમ્બર) તેમનો 72 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાકેશ રોશનનો જન્મ 6 સપ્ટેમ્બર 1979 ના રોજ મુંબઈમાં થયો હતો. રાકેશ રોશન પોતાની ઘણી ફિલ્મો માટે જાણીતા છે. તેમના જન્મદિવસ પર, ચાલો તમને તેમની સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવીએ.

દરેક વ્યક્તિએ હંમેશા રાકેશ રોશનને તેના વાળ વગર જોયા છે. ઘણા લોકો વિચારે છે કે વધતી જતી ઉંમર સાથે રાકેશ રોશનના વાળ ખર્યા છે અથવા તે કોઈ રોગને કારણે ટાલ પડી છે. તો તમને જણાવી દઈએ કે રાકેશ રોશનના માથા પર વાળ ન હોવા પાછળનું કારણ બંને નથી.

આ ફિલ્મ હિટ થવા માટે માનતા માની હતી

રાકેશ રોશને ફિલ્મ ખુદગર્જથી દિગ્દર્શક તરીકે શરૂઆત કરી હતી. તેમણે પહેલી વખત ડિરેક્ટર તરીકે કામ કર્યું. રાકેશ રોશને આ ફિલ્મની સફળતા માટે માનતા માની હતી. તેમણે તિરુપતિ બાલાજીમાં માનતા લીધી હતી કે જો આ ફિલ્મ હિટ થશે તો તે તિરુપતિ આવશે અને તેના વાળનું દાન કરશે.

રાકેશ રોશનની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. ફિલ્મ સુપરહિટ બન્યા બાદ રાકેશ રોશન પોતાની માનતા ભૂલી ગયા હતા. પણ તેની પત્ની પિંકીને તેમની માનતા યાદ આવી અને યાદ અપાવી. જે બાદ રાકેશ રોશન તિરુપતિ ગયા અને તેમના વાળ કપાવ્યા.

લીધા હતા સોગંદ

જ્યારે રાકેશ રોશન તિરુપતિ વાળ દાન કરવા ગયા ત્યારે તેમણે સોગંદ લીધી હતી કે હવે તે ક્યારેય તેમના માથા પર વાળ રાખશે નહીં. આ ફિલ્મ પછી, તેમણે ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું અને બધી હિટ સાબિત થઈ.

રાકેશ રોશને પણ અભિનયમાં હાથ અજમાવ્યો છે. તેમણે પરાયા ધન, આંખ-આંખ મેં, ખૂબસુરત જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ દિવસોમાં રાકેશ રોશન હૃતિક રોશનની ફિલ્મ ક્રિશની ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે આ ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મની જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે દરેક આ સુપરહીરો ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Bigg Boss Ott: શમિતા શેટ્ટી કરે છે રાકેશ બાપટને પસંદ, પરંતુ આ કારણે નથી આવવા માંગતી નજીક

આ પણ વાંચો: Bollywood Glamour : શનાયા કપૂરે શેયર કરી પોતાની સુંદર તસવીરો, ફેન્સ પણ જોઇને બોલી ઉઠ્યા વાહ…

g clip-path="url(#clip0_868_265)">