AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચનનું નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ કરવો બનશે મુશ્કેલ, કોર્ટે લીધો મોટો નિર્ણય

સિનિયર વકીલ હરીશ સાલ્વેએ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તરફથી અરજી દાખલ કરી છે. તેને જસ્ટિસ ચાવલાને કહ્યું કે મારા ક્લાઈન્ટના પર્સાનાલિટી રાઈટ્સ ખરાબ કરવામાં આવી રહ્યા છે. તે ઈચ્છે છે કે તેમની પરવાનગી વગર તેના નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ ન થવો જોઈએ.

અમિતાભ બચ્ચનનું નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ કરવો બનશે મુશ્કેલ, કોર્ટે લીધો મોટો નિર્ણય
Amitabh Bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 5:40 PM
Share

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે ઘણી કંપનીઓ તેમની પરવાનગી વિના તેમના નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ કરી રહી છે અને આ ઘટના ઘણા સમયથી બની રહી છે. તે પોતાના હકમાં પબ્લિસિટી અને પર્સાનાલિટી રાઈટ્સ ઈચ્છે છે. ફેમસ પબ્લિક ફિગર હોવાને કારણે અમિતાભ બચ્ચન નથી ઈચ્છતા કે તેમની પરમિશન વગર કોઈ પણ તેમની ઓળખનો ઉપયોગ કરે.

અમિતાભ બચ્ચનને આમાં રાહત મળી છે. જસ્ટિસ ચાવલાએ ઓથોરિટી અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટને અમિતાભ બચ્ચનનું નામ, ફોટો અને પર્સાનાલિટી ટ્રેટ્સને તાત્કાલિક દૂર કરવા આદેશો જાહેર કર્યા છે જે પબ્લિકલિ ઉપલબ્ધ છે. આ સિવાય ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને કોર્ટે તે ફોન નંબર વિશે જાણકારી આપવા કહ્યું છે જે બચ્ચનના નામ અને અવાજનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને તે ઓનલાઈન લિંક્સ હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે, જે બચ્ચનના પર્સાનાલિટી રાઈટ્સને ખરાબ કરે છે.

શું હતો સમગ્ર મામલો?

વાસ્તવમાં કેટલીક કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને પર્સાનાલિટીનો ખોટો ઉપયોગ કરી રહી છે. એક્ટરે અરજીમાં કહ્યું છે કે જે લોકો આ કરી રહ્યા છે તેઓ ખોટા છે. કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીમાં તેના પર કંટ્રોલ કરવું જોઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમિતાભ બચ્ચનના નામે એક લોટરીની જાહેરાત પણ ચાલી રહી છે, જ્યાં પ્રમોશનલ બેનર પર તેમનો ફોટો લગાવવામાં આવ્યો છે. આ સિવાય તેના પર KBC નો લોગો પણ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ બેનર કોઈએ બનાવ્યું છે. આમાં બિલકુલ સત્યતા નથી.

સિનિયર વકીલ હરીશ સાલ્વેએ અમિતાભ બચ્ચન તરફથી અરજી દાખલ કરી છે. તેને જસ્ટિસ ચાવલાને કહ્યું કે મારા ક્લાયન્ટના પર્સાનાલિટી રાઈટ્સ ખરાબ કરવામાં આવી રહ્યા છે. તે ઈચ્છે છે કે તેમની પરવાનગી વગર તેના નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ ન થવો જોઈએ.

એક્ટરની પરમિશન લેવી જરૂરી

રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન એક મોટી સેલિબ્રિટી છે. આવી પરિસ્થિતિમાં તેમના નામનો ઉપયોગ કોઈપણ પ્રકારના પ્રચારમાં થઈ શકે નહીં. અભિનેતાએ એડ કંપનીઓ પર પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અમિતાભ બચ્ચનના વકીલે પણ કોર્ટને કહ્યું કે એક્ટર એક પ્રખ્યાત વ્યક્તિ છે. એઈડ્સમાં તેમનું આ રીતે પ્રતિનિધિત્વ કરવું, તે પણ તેમની પરમિશન વિના, ખોટું છે. જો એડ કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ અને અવાજનો ઉપયોગ કરવા માંગે છે તો તેઓ એક્ટરની પરમિશન સાથે જ કરી શકે છે. નહીં તો અમિતાભ બચ્ચનનું નામ કોઈ પણ પ્રકારની સર્વિસમાં ઉપયોગ ન થવો જોઈએ.

જે પણ કંપનીઓ એક્ટરના નામ, સ્ટેટસ અને પર્સાનાલિટીનો ઉપયોગ કરી રહી છે, તેઓ તેમની પરમિશન વિના આમ નહીં કરે. એક્ટર તેમની ઈમેજ કે રેપ્યૂટેશન ખરાબ કરવા માંગતા નથી. કેટલીક પ્રવૃત્તિઓ એવી પણ થઈ છે જેમાં એક્ટરના આત્મસન્માનને ઠેસ પહોંચી છે.

g clip-path="url(#clip0_868_265)">