ઝરીન ખાનની વધી મુશ્કેલીઓ, 5 વર્ષ જૂના કેસમાં જાહેર થયું અરેસ્ટ વોરંટ
વીર અને રેડી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલિવુડ એક્ટ્રેસ ઝરીન ખાન (Zareen Khan) મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કેસની વાત કરીએ તો આ કેસ કોલકાતાના કાલી પૂજા ઉદ્ઘાટન સમારોહ સાથે સંબંધિત છે અને 5 વર્ષ જૂનો છે. તમને જણાવી દઈએ કે આયોજકોએ આ મામલે ઝરીન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેના કહેવા પ્રમાણે ઝરીને અંડરવર્લ્ડમાં તેની પહોંચનો ઉલ્લેખ કરીને આયોજકોને ધમકી આપી હતી.

બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ઝરીન ખાનની (Zareen Khan) મુશ્કેલીઓ વધી રહી છે. એક્ટ્રેસ વિરુદ્ધ 5 વર્ષ જૂના કેસમાં અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કેસની વાત કરીએ તો વર્ષ 2018નો આ મામલો કાલી પૂજાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન બન્યો હતો. કોલકાતાના નારકેલદંગામાં ઝરીન ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે સિયાલદહ કોર્ટે ઝરીન ખાન વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે.
ઝરીન ખાન હવે પહેલા કરતા ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ એક્ટ્રેસ હવે તેની પર્સનલ લાઈફને લઈને મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ઝરીન લાઈમલાઈટથી દૂર છે અને તાજેતરમાં જ તેને ડેન્ગ્યુ પણ થયો હતો. તાજેતરમાં જ તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે પેપ્સ સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તે રીકવર થઈ રહી છે અને પહેલા કરતા ઘણી સારી છે. પરંતુ આ દરમિયાન ઝરીન માટે આ સમાચાર ચિંતાજનક હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આયોજકોએ આ મામલે ઝરીન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેના કહેવા પ્રમાણે ઝરીને અંડરવર્લ્ડમાં તેની પહોંચનો ઉલ્લેખ કરીને આયોજકોને ધમકી આપી હતી. અત્યાર સુધી ઝરીન તરફથી આને લઈને કોઈ પ્રતિક્રિયા આવી નથી. 5 વર્ષ જૂના કેસમાં ઝરીન ખાન પર શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહેશે.
સલમાન ખાનના કારણે ફિલ્મોમાં આવી
ઝરીન ખાનની વાત કરીએ તો તે સલમાન ખાનની નજીક રહી છે. સલમાનની જ ફિલ્મથી ઝરીને ડેબ્યુ કર્યું હતું. તે 2010માં આવેલી ફિલ્મ વીરમાં જોવા મળી હતી. આ ફિલ્મ અપેક્ષા મુજબ કમાણી કરી શકી ન હતી પરંતુ તેમ છતાં કેટરિના કૈફ જેવી દેખાવાના કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. તે રેડી, હાઉસફુલ 2, હેટ સ્ટોરી 3, અક્સર 2 અને ચાણક્ય જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે છેલ્લે 2021માં આવેલી ફિલ્મ હમ ભી અકેલે તુમ ભી અકેલેમાં જોવા મળી હતી.
આ પણ વાંચો: Toronto International Film Festivalમાં ભારતીય ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





