Chann Mahi Aaja: આમિર મીર અને સના ખાનની જોડીએ સ્પર્શી લીધુ લોકોનું દિલ, ચાહકોને ગમ્યો આ રોમેન્ટિક ટ્રેક

બોન બ્રોસ રેકોર્ડ્સ યુટ્યુબ ચેનલ અને તમામ મુખ્ય ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થયા બાદથી "ચન માહી આજા" (Song Chan Mahi Aaja) ટ્રેન્ડ કરવા માટે તૈયાર છે. આ ગીતને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 11:47 PM

ટૂંકા ગાળામાં બોન બ્રોસ રેકોર્ડ્સ, અભિષેક નિગમ (Abhishek Nigam) અને સિદ્ધાર્થ નિગમ (Sidharth Nigam) દ્વારા શરૂ કરાયેલ મ્યુઝિક લેબલે પોતાને એક એવા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે જે પ્રતિભાશાળી કલાકારોને તકો પૂરી પાડે છે અને ઉચ્ચ ગુણવત્તા વાળુ અને મનોરંજક સ્વતંત્ર ગીતો રજૂ કરે છે.

 

રવનીત સિંહ (Ravneet Singh) અને સિદ્ધાર્થ નિગમ દ્વારા ‘અટેચમેન્ટ’ અને ક્રિશ પાઠક (Krish Pathak) અને શિવાની સિંહ (Shivani Singh) અભિનીત ‘જીયૂ કૌસે’ જેવા સુપર-હિટ સિંગલ્સનો શ્રેય આ લેબલને જાય છે. હવે આ લેબલે ‘ચન માહી આજા’ (Chann Mahi Aaja) નામનું નવું ગીત રજૂ કર્યું છે.

 

આ રોમેન્ટિક ગીત ગાયક આમિર મીરે (aamir meer) કમ્પોઝ કર્યું છે, જે સના ખાન સાથે આ ગીતમાં પણ દેખાયા હતા. જે કોઈ પણ વ્યક્તિ આ ગીત એકવાર સાંભળશે તે આ રોમેન્ટિક ગીત સાંભળીને મંત્રમુગ્ધ થઈ જશે અને તેને વારંવાર સાંભળવાનું ગમશે. આ ગીત વિશે વાત કરતા આમિર મીર કહે છે, “ચન માહી આજાને ખૂબ પ્રેમથી બનાવવામાં આવ્યું છે અને મને આશા છે કે તે શ્રોતાઓના દિલને સ્પર્શે.”

 

ચન માહી આજા રોમેન્ટિક ટ્રેક છે ખૂબ જ રૂહાની

તેમણે કહ્યું કે ટ્રેક રેકોર્ડ કરતી વખતે મેં દરેક શબ્દ ખૂબ જ ભાવથી ગાયા છે. આ એક રોમેન્ટિક ટ્રેક છે જે ખૂબ જ રૂહાની છે. મને આનંદ છે કે આ ગીત બોન બ્રોસ રેકોર્ડ્સ પર રજૂ થયું છે. તેઓ ઈન્ડિપેન્ડન્ટ સંગીતને પ્રોત્સાહન આપવા માટે એક મહાન કાર્ય કરી રહ્યા છે અને અમને જબરદસ્ત સપોર્ટ પણ કર્યોં છે. આ દિવસોમાં ઘણા ગીતો આવે છે અને જાય છે. મને આશા છે કે ‘ચન માહી આજા’ લોકોના હૃદયમાં કાયમ રહેશે.

 

વીડિયોમાં કામ કરવા અંગે સના (Sana Khan) કહે છે, ‘અભિનેત્રી તરીકે તમારી ક્ષમતા બતાવવા માટે તમારે ફિલ્મમાં કામ કરવું જરૂરી નથી. એક મ્યુઝિક વીડિયો જે એક વાર્તા દર્શાવે છે, તેના દ્વારા પણ એક અભિનેત્રી તેની અભિનય શક્તિ સાબિત કરી શકે છે.

 

‘ચન માહી આજા’ સાથે મને મારી જુદી જુદી લાગણીઓ વ્યક્ત કરવાની તક મળી અને હું આ રીતનું એક સુંદર ગીત અને વીડિયોને એકસાથે મૂકવા માટે આખી ટીમનો આભાર માનું છું. મને લાગે છે કે જે કોઈ પ્રેમમાં વિશ્વાસ કરે છે તે ગીત સાથે સંબંધિત થઈ શકશે.” બોન બ્રોસ રેકોર્ડ્સ યુટ્યુબ ચેનલ અને તમામ મુખ્ય ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થયા બાદથી “ચન માહી આજા” ટ્રેન્ડ કરવા માટે તૈયાર છે. આ ગીતને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

 

 

આ પણ વાંચો:- જન્મદિવસે પોતાની ઉંમર જણાવવામાં Amitabh Bachchanએ કરી ભૂલ, દીકરી શ્વેતાએ આ રીતે ભૂલ સુધારી

આ પણ વાંચો:- વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કેટરિના કૈફ આવી નજર, ફોટો થયા વાયરલ

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">