AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સફેદ વાળ, આંખો પર ચશ્મા પહેરી ગવર્નર બન્યા મનોજ બાજપયી, ફિલ્મ આ દિવસે રિલીઝ થશે

"ગવર્નર: ધ સાયલન્ટ સેવિયર" ના નિર્માતાઓએ કેટલાક શાનદાર પોસ્ટરો રિલીઝ કર્યા છે. તેમને જોઈને જ તમે અંદાજો કરી શકો છો કે આ ફિલ્મ કેટલી શાનદાર બનવાની છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Breaking News : સફેદ વાળ, આંખો પર ચશ્મા પહેરી ગવર્નર બન્યા મનોજ બાજપયી, ફિલ્મ આ દિવસે રિલીઝ થશે
| Updated on: Apr 27, 2026 | 4:17 PM
Share

વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ગવર્નર ધ સાયલન્ટ સેવિયર જાહેરાત બાદ થી જ ચર્ચામાં છે. હાલમાં મનોજ બાજપેયીના જન્મદિવસ પર એક પોસ્ટર સાથે ફિલ્મના ટાઈટલનો ખુલાસો થયો છે. હવે ફિલ્મનું નવું પોસ્ટર્સ રિલઝ થયું છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. ગવર્નરના નવા પોસ્ટર્સના સ્ટાર કાસ્ટનો ખુલાસો કર્યો છે. જેમાં મનોજ બાજપેયી અને અદા શર્મા જોવા મળશે. જેમાં અલગ અલગ પોસ્ટર્સ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા મનોજ બાજપેયી અલગ અલગ શેડમાં જોવા મળે છે. આ પોસ્ટરો સ્ક્રીન પર જોવા મળનારા જબરદસ્ત નાટક વિશે પણ ઘણું બધું જણાવે છે.

ચાહકો ફિલ્મમાં મનોજ બાજપેયીને જોવા માટે આતુર

ચાહકોના ચેહરા સામે આવ્યા બાદ પોસ્ટર્સમાં શાનદાર ટૈગલાઈન પણ આપવામાં આવી છે. હવે વારો મારો છે. આઈ વિલ નોટ લેટ ઈન્ડિયા ફેલ અને ઈન્ડિયા ઈઝ ઓન ધ વર્ઝ ઓફ બેંકરઅટ્સી, હી સો ઈટ કમિગ. આ બધું ભારતના આર્થિક સંકટ માટે એક મુશ્કેલ પ્રવાસની તરફ ઈશારો કરે છે. હવે ચાહકો ફિલ્મમાં મનોજ બાજપેયીને જોવા માટે આતુર છે.આ એક યુદ્ધ હતું. કોઈ સૈન્ય નહોતું. ફક્ત એક માણસ… દેશને પતનથી બચાવવા માટે કટિબદ્ધ. વિપુલ અમૃતલાલ શાહ પ્રોડક્શન, “ગવર્નર: ધ સાયલન્ટ સેવિયર” સનશાઇન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત અને ચિન્મય માંડલેકર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ અશ્વિન એ. શાહ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે.

ફિલ્મને સુવેંદુ ભટ્ટાચાર્યજી, સૌરભ ભરત,રવિ અસરાની અને ખુદ વિપુલ અમૃતલાલ શાહે લખ્યું છે. ઝાવેદ અખ્તરે લખેલા ગીતને અમિત ત્રિવેદીએ પોતાનું સંગીત આપ્યું છે. ગવર્નર ધ સાયલેન્ટ સેવિયર 12 જૂન 2026ના રિલીઝ થવાની પુરી તૈયારીમાં છે.આ પોસ્ટરોમાં, મનોજ બાજપેયી એક રાજ્યપાલની ગંભીર ભૂમિકામાં જોવા મળે છે, જે દેશને મોટા આર્થિક સંકટમાંથી બચાવવા માટે પણ જવાબદાર છે.ચોથા પોસ્ટરમાં મનોજ એક સરકારી ઓફિસની અંદર ઊભેલા દેખાય છે. તેમાં લખ્યું છે, “તેમના એક નિર્ણયે સરકારને હચમચાવી નાખી, પણ દેશને બચાવ્યો.”

મનોજ બાજપેયી વેકેશન દરમિયાન ખેતી કામ કરતા હતા, આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે અભિનેતા અહી ક્લિક કરો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">