Breaking News: નેપાળ-ચીન સરહદ પર ફસાયેલી ગુજરાતી અભિનેત્રી ભારત પરત ફરતા દીકરીને ગળે લગાવીને રડી પડી , જુઓ Video
માનસી પારેખ કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગઈ હતી. હાલમાં નેપાળમાં ગંભીર પરિસ્થિતિ છે. ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ઘરે પરત ફરી ચૂકી છે. એરપોર્ટ પર પરિવાર સાથે ઈમોશનલ જોવા મળી હતી.

નેપાળ-ચીન સરહદ પર પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ આપણે બધાએ જોઈ છે. કૈલાસ-માનસરોવર યાત્રા માટે ત્યાં ગયેલા ઘણા યાત્રાળુઓનો સંપર્ક થઈ શક્યો નથી. આ યાત્રામાં ગુજરાતી સિનેમાની ફેમસ અભિનેત્રી નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી માનસી પારેખ પણ સામેલ હતા. આ ભયાનક ઘટના બાદ તે પોતાના ઘરે પરત ફરી છે. સોમવારના રોજ તે સુરક્ષિત રીતે ભારત આવી ચૂકી છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
માનસી પારેખ એરપોર્ટ પર થઈ ઈમોશનલ
માનસી પારેખ મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. અહી તેનો પતિ પાર્થિવ ગોહિલ અને દીકરી નિરવ પણ હાજર હતા. અભિનેત્રી બંનેને જોતા આંખમાં આસું આવી ગયા હતા. માનસી પારેખે પોતાની દીકરીને ગળે લગાવતા રડી પડી હતી. એરપોર્ટ પર પતિએ ફૂલની માળાથી માનસીનું સ્વાગત કર્યું હતુ. અભિનેત્રીને જોઈ પતિએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
View this post on Instagram
ઘરે પરત ફરતા માનસીએ સ્ટોરી પોસ્ટ કરી
ઘરે પરત ફર્યા બાદ માનસી પારેખે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી દ્વારા આખી જર્ની વિશે વાત કરી છે. તેમણે એક લાંબી નોટ પણ શેર કરી છે. જેમાં લખ્યું હતુ કે, તમારા બધાનો પ્રેમ અને મેસેજ, ફોન પ્રાર્થના માટે દિલથી આભાર. છેલ્લા 3-4 દિવસ મારા માટે મુશ્કેલ રહ્યા હતા. ચીનમાંથી બહાર નીકળી નેપાળ બોર્ડર સુધી પહોંચવા એવું લાગ્યું જાણે અમે જંગ જીતી હોય. ચીનના નાયલમ શહેરમાં પણ મોટું લેન્સલાઈડ થયું હતુ. જેના કારણે અમે અંદાજે 4 કલાક અમારી બસમાં બેઠા હતા. ત્યારબાદ અમે ચીનમાંથી બહાર નીકળ્યા હતા.
View this post on Instagram
અંદાજે 4 કલાકની મુસાફરી કરી અમે કાઠમાંડુ પહોંચ્યા હતા. પરંતુ આ તમામ મુશ્કેલી બાદ સફળ શાનદાર રહી છે. મુંબઈ મારા પરિવારની પાસે આવી ગઈ છું. તમને જણાવી દઈએ કે, માનસી પારેખ સદગુરુના ઈશા ફાઉન્ડેશનની કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીન ગઈ હતી.
નેપાળ-તિબેટ સરહદ પર વિનાશક પૂર
તમને જણાવી દઈએ કે, 26 ઓગસ્ટના રોજ નેપાળ-તિબેટ સરહદ પર એક વિનાશક અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સમગ્ર પ્રદેશમાં વ્યાપક તબાહી મચી ગઈ હતી. નેપાળ અને તિબેટમાં ઓછામાં ઓછા 903 લોકોના મોતની પુષ્ટિ થઈ છે,
