AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘દુઆ’ પછી દીપિકા-રણવીરના ઘરે વધુ એક નાના મહેમાનનું આગમન, બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છાઓ

બોલિવૂડની લોકપ્રિય જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ફરી એકવાર ખુશીઓ છવાઈ ગઈ છે. દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને જાણ કરી છે કે, તેમના ઘરે નાની દીકરીનો જન્મ થયો છે. સપ્ટેમ્બર 2024માં તેમની પહેલી દીકરી દુઆનો જન્મ થયો હતો અને હવે આ નાના મહેમાનના આવવાથી તેમના પરિવારમાં આનંદનો માહોલ છે.

Breaking News: 'દુઆ' પછી દીપિકા-રણવીરના ઘરે વધુ એક નાના મહેમાનનું આગમન, બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છાઓ
| Updated on: Sep 19, 2026 | 8:18 PM
Share

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના જીવનમાં એકવાર ફરી ખુશીઓએ દસ્તક આપી છે. આ કપલે પોતાના પરિવારમાં વધુ એક નાના સભ્યનું સ્વાગત કર્યું છે. હમણાં તાજેતરમાં જ દીપિકા પાદુકોણ ગણપતિ બાપ્પાના દરબારમાં જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની તસવીરો આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. હવે આખરે એ રાહનો અંત આવ્યો છે. દીપિકા અને રણવીરે પોતાના બીજા બાળકનું સ્વાગત કર્યું છે, જેની માહિતી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોસ્ટ શેર કરીને આપી છે.

દીપિકા પાદુકોણના ઘરે દીકરીનો જન્મ થયો

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. તેનું કારણ એક એવા સમાચાર છે કે, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો છે.

તમને જણાવી દઈએ કે, દીપિકા અને રણવીરે એપ્રિલ 2026માં પોતાની બીજી પ્રેગ્નન્સીના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા. તે સમયે બંનેએ સોશિયલ મીડિયા પર એક પ્યારી તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેમની દીકરી દુઆના હાથમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ જોવા મળી હતી. આ સમાચાર સામે આવતા જ ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રોએ કપલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી.

સ્ટાર્સે આપી શુભેચ્છા

આ સમાચાર સામે આવ્યા બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને લોકો સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા. લોકો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની પોસ્ટ પર કોમેન્ટ્સ કરતા જોવા મળ્યા.

આ સિવાય ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ કપલને શુભેચ્છા આપી. તમને જણાવી દઈએ કે, દીપિકા અને રણવીરની પહેલી દીકરી દુઆનો જન્મ સપ્ટેમ્બર 2024માં થયો હતો.

અક્ષય, અજય અને Golmaal ગેંગ આ દિવસે સિનેમાઘરોમાં આવશે, રિલીઝ ડેટ પરથી ઊંચકાયો પડદો

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">