Dhurandhar 2માં હમઝા VFXથી નહીં, પરંતુ 1 કિલો મેકઅપ લગાવી બન્યો હતો ભૂત : જુઓ વીડિયો
આદિત્ય ધરની "ધુરંધર: ધ રીવેન્જ" ફિલ્મ દરેક સીન થી લઈ સ્ટોરી સુધી સુપરહિટ છે. ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ હશે જે ઓનલાઈન વાયરલ ન થઈ હોય. હવે, રણવીર સિંહના વાયરલ ભૂત દ્રશ્યનો એક BTS વીડિયો સામે આવ્યો છે.
આદિત્ય ધરની ધુરંધર ધ રીવેન્જ હાલમાં ખુબ ચર્ચામાં છે. તેમજ ચાહકો સોશિયલ મીડિયા પર મીમ્સ અને અનેક સ્ટોરીઓ વાયરલ કરી રહ્યા છે. આ ચર્ચા વધતા હવે ફેમસ મેકઅપ આર્ટિસ્ટ પ્રીતિશીલ સિંહે હાલમાં એક બિહાન્ડ ધ સીન વીડિયો શેર કર્યો છે. જેમાં રણવીર સિંહને ફિલ્મના એક સીન માટે અંધારામાં ભૂતના રુપમાં દેખાડવામાં આવ્યો છે. આ ક્લિપે ચાહકોને દંગ કરી દીધા છે. કેટલાક લોકોનું માનવું છે કે, તેમને લાગ્યું હતું કે, આ લુક સીઝીઆઈનો ઉપયોગ કરી બનાવ્યો છે. કેટલાક લોકોએ આ પ્રકિયા દરમિયાન રણવીર સિંહના ધૈર્ય અને સમર્પણના પણ વખાણ કર્યા છે.
રવિવારના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં રણવીર સિંહ શાંત અને સ્થિર બેસેલો છે. જ્યારે કલાકારોની એક ટીમ ઝીણવટ પૂર્ણ તેના ચેહરાને પેન્ટ કરી રહી હતી. કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે તમે થાકી જાવ છો તો ભ્રમ તેના જુઠાણાને એવા રંગોમાં રંગે છે જે તમે માનવા માટે ઉત્સુક છો!! રણવીર સિંહને પડછાયામાંથી જન્મેલા ભૂતમાં ફેરવે છે! ધુરંધર: ધ રીવેન્જ.’
View this post on Instagram
‘ધુરંધર 2’ માં રણવીર સિંહનું ટ્રાંસફોર્મેશન
આ ટ્રાંસફોર્મેશન એક મહત્વપૂર્ણ દ્રશ્ય માટે કરવામાં આવ્યું હતું જેમાં રણવીરનો બાળપણનો મિત્ર, નશાની હાલતમાં, તેને એક ભૂત તરીકે જોવા લાગે છે. આ ભયાનક દ્રશ્યે ચાહકોમાં ફિલ્મના પ્રેક્ટિકલ ઈફેક્ટસ અને પાત્ર પ્રત્યે અભિનેતાના સમર્પણ પ્રત્યેની પ્રશંસા વધારી છે, જે હવે ફિલ્મના પડદા પાછળના ફૂટેજ (BTS) ના પ્રકાશન દ્વારા વધુ મજબૂત બન્યું છે.
‘ધુરંધર 2’ ની સ્ટારકાસ્ટ
આધિત્ય ધરની નિર્દેશિત આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે.સાથે અર્જુન રામપાલ આર માધવન, સારા અર્જુન, રાકેશ બેદી અને સંજય દત્તનો પણ મહતવના રોલમાં છે. આ ફિલ્મ 19 માર્ચના રોજ હિન્દી,તેલુગુ,કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઈ હતી અને ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 145 કરોડની કમાણી કરી હતી. હાલમાં બોક્સ ઓફિસ પર 400 કરોડનો આંકડો પાર કર્યો છે વિશ્વ સ્તરે 500 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી છે.

