Breaking News : યુદ્ધને પગલે ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલ વર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
આજે સૌ વાલી એ બાબતને લઈને ચિંતામાં છે કે, ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે સીએનજી ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તો સ્કુલ વર્ધીની રીક્ષા અને વાનના ભાડા કેટલે પહોચશે.
સામાન્ય રીતે આજના કુદકે ને ફુસકે વધતી જતી મોંધવારીના સમયમાં મોંધવારીથી રાહત મળે તેવા સમાચાર જવલ્યે જ સાંભળવા મળે છે. જો કોઈ કહે કે હવે આગામી એક વર્ષ સુધી આ વસ્તુના ભાવ નહીં વધે તો પહેલા તો એવુ જ લાગે કે બરાબર સાંભળ્યું નથી અથવા કહેવામાં કાંઈક ભૂલ થઈ લાગે છે. પરંતુ જે સમાચાર સામે આવ્યા છે તે સમાચારે અમદાવાદના હજ્જારો વાલીઓને રાહત આપનારા છે. વાત એવી છે કે, અમદાવાદ સ્થિત સ્કૂલવર્ધી એસોસિએશને આગામી જૂન 2027 એટલે કે એક વર્ષ પછી સ્કુલ વર્ધીની રીક્ષા અને વાનના ભાડામાં કોઈ જ વધારો નહીં કરવામાં આવે.
અમદાવાદમાં સ્કૂલવર્ધી એસોસિએશનના પ્રમુખ, ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે વાલીઓને રાહત આપતા નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આજે સૌ વાલી એ બાબતને લઈને ચિંતામાં છે કે, ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે સીએનજી ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તો સ્કુલ વર્ધીની રીક્ષા અને વાનના ભાડા કેટલે પહોચશે. પરંતુ આ બધાની વચ્ચે એસોસિએશને એવો નિર્ણય કર્યો છે કે, નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં ભાવ વધારો કરવામાં નહીં આવે. જૂન 2027 સુધી સ્કૂલવર્ધીના ભાવમાં વધારો નહીં. સતત મોંઘવારી વધી રહી છે ત્યારે વાલીઓને રાહત આપતો નિર્ણય કરાયો છે. સ્કૂલવર્ધીની રિક્ષાઓ અને વાનના ભાવમાં ગયા વર્ષે ભાવ વધારો કરાયો હતો. આવતા શૈક્ષણિક વર્ષમાં ભાવ વધારો નહીં કરવા નિર્ણય લેવાયો છે.
