Breaking News : સોનુ નિગમને થઈ ગંભીર બીમારી, કહ્યું MRI અને CT સ્કેન કરાવ્યું પેન કિલર્સ લઈ રહ્યો છું
બોલિવુડનો ફેમસ સિંગર સોનુ નિગમે હાલમાં પિન્ચડ નવર્સની સમસ્યાનો ખુલાસો કર્યો છે. તે છેલ્લા એક અઠવાડિયાથી મેડિકલ ટેસ્ટ કરવી રહ્યો છે, દુખાવો સહન કરી રહ્યો છે.

બોલિવુડનો ફેમસ સિંગર સોનુ નિગમ એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે. સિંગરે ખુલાસો કર્યો કે, તે એક દુખદ સમસ્યાથી પીડાય રહ્યો છે. દુખાવો થવા છતાં તે પ્રોફેશનલ કમિટનેન્ટને ભૂલ્યો નથી. તો ચાલો જાણીએ સોનુ નિગમને શું થયું અને હવે તેનું સ્વાસ્થ કેવું છે. સોનુ નિગમે કહ્યું તેને ફિઝિયોથેરેપી સેશન દરમિયાન દુખાવો થઈ રહ્યો છે. આ માટે તે પેન કિલર્સ લઈ રહ્યો છું.
ગંભીર બીમારી સામે ઝઝુમી રહ્યો છે સિંગર
સોનુ નિગમે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને મુંબઈમાં થનારા લાઈવ પરફોર્મન્સ પહેલા પોતાના સ્વાસ્થ વિશે વાત કરી છે. સોનુ નિગમે જણાવ્યું કે, તે પિન્ચ્ડ નવર્સ (દબાયેલી નસ)થી પરેશાન છે. તે છેલ્લા એક અઠવાડિયાથી આ સમસ્યા માટે અનેક મેડિકલ ટેસ્ટ કરાવી ચૂક્યો છે.પોતાના સ્વાસ્થ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મારી નસ દબાય છે. હું એક અઠવાડિયાથી MRI અને CT સ્કેન કરાવી રહ્યો છું. મે અનેક દવાઓ લીધી છે. સિંગરે સારવાર દરમિયાન થનારા દુખાવા વિશે પણ કહ્યું છે.
View this post on Instagram
તેમણે કહ્યું કે, ફિઝિયોથેરેપી ખુબ દુખદ છે. હું હજુ દુખાવાની દવાઓ લઈ રહી છું. જેના કારણે ગળું થોડું ભારે છે.દુખાવો થવા છતાં સોનુએ સ્પષ્ટ કર્યું કે, તેને અપકમિંગ કોન્સર્ટ રદ કરવાનો કઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે, તે લાંબા સમય પછી સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો છે. તેમજ કોઈ પણ સંજોગોમાં પરફોર્મન્સ કરશે. તેમણે એ પણ કહ્યું કે, જે દવા માંસપેશિયોને રિલૈક્સ કરવા માટે આપવામાં આવી છે. તેનાથી ગળાને પણ અસર થઈ છે. એક સિંગર માટે લાઈવ શો પહેલા અવાજમાં ફેરફાર ચિંતાની વાત હોય છે.
સોનુ નિગમે ચાહકો પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, કાંઈ પણ થાય તે પરફોર્મન્સ કરવા માટે જશે. સોનુ નિગમે વીડિયો જોયા બાદ ચાહકો જલ્દી તેના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તેમજ ચાહકો તેને પરફોર્મન્સ કરવાની હિંમત આપી રહ્યા છે.
