Gujarati NewsEntertainmentBollywoodBrahmastra first look of alia bhatt will impress fans actress fearless look will shocked audience watch video
Brahmastra Alia Bhatt First Look : આલિયા ભટ્ટના જન્મદિવસ પર ફેન્સને મળી રિટર્ન ગિફ્ટ, ‘બ્રહ્માસ્ત્ર’થી એક્ટ્રેસનો ફર્સ્ટ લૂક રિલીઝ
આલિયા ભટ્ટની આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે આલિયાના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ RRRમાંથી તેનો પહેલો લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો અને આ વખતે તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માંથી તેનો ખૂબ જ આકર્ષક લુક સામે આવ્યો છે.
આજે આલિયા ભટ્ટનો (Alia Bhatt) 29મો જન્મદિવસ છે અને અભિનેત્રીના જન્મદિવસના (Alia Bhatt Birthday) અવસર પર ‘બ્રહ્માસ્ત્ર’નો (Brahmastra) તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. આલિયા ભટ્ટને હવે તેની ફિલ્મ માટે જન્મદિવસની શુભેચ્છાઓ પણ મળી રહી છે. આ ફિલ્મના આલિયા ભટ્ટના ફર્સ્ટ લૂકની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે આખરે ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ (Ayan Mukerji) અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. અભિનેત્રીના જન્મદિવસના અવસર પર તેના ચાહકોને ‘બ્રહ્માસ્ત્ર’માંથી તેનો ફર્સ્ટ લુક રિલીઝ કરીને રિટર્ન ગિફ્ટ આપવામાં આવી છે.
અહીં જૂઓ ‘બ્રહ્માસ્ત્ર’માંથી આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક
ફિલ્મમાં આલિયા ભટ્ટનું નામ ઈશા છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કર્યું છે. આ 31 સેકન્ડના ટીઝરમાં ઈશા તરીકે આલિયા ભટ્ટના અલગ અવતારની ઝલક જોવા મળે છે. આ વીડિયોમાં તમને આલિયા ભટ્ટનો ગ્લેમરસ અને નીડર અવતાર જોવા મળશે.
આલિયાના આ ફર્સ્ટ લૂક વીડિયોમાં ફિલ્મના એક્ટર રણબીર કપૂરની પણ ઝલક જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોશો કે આલિયા ભટ્ટ રણબીર કપૂરને પોતાની બાહોમાં ચુસ્તપણે પકડી રહી છે અને અભિનેત્રી આકાશ તરફ જોઈ રહી છે, જ્યારે રણબીરનો ચહેરો છુપાયેલો છે.
અયાન મુખર્જીએ આલિયાને ખાસ જન્મદિવસની પાઠવી શુભેચ્છા
તેની ફિલ્મ અભિનેત્રી આલિયાનો ફર્સ્ટ લૂક તેના જન્મદિવસ પર રિલીઝ કરતા અયાન મુખર્જીએ લખ્યું- હેપ્પી બર્થ ડે લિટલ વન. તમારા જન્મદિવસ પર કંઈક ખાસ છે. પ્રથમ દ્રશ્ય-બ્રહ્માસ્ત્રની શક્તિ-અમારા તરફથી રિલિઝ કરી રહ્યા છીએ. લવ, લાઈટ, ફાયર, ગો.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ ફિલ્મ દ્વારા પહેલીવાર એકસાથે સિલ્વર સ્ક્રીન શેયર કરી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા અને રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન અક્કીનેની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક કાલ્પનિક ડ્રામા છે. જે આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. રણબીર અને આલિયાની આ પહેલી ફિલ્મ છે. જે હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ છે. હવે જોવાનું એ રહેશે કે આલિયા અને રણબીર ચાહકો પર પોતાની કેમેસ્ટ્રીનો જાદુ ચલાવી શકશે કે નહીં.