તમે કહી શકો કે હું ખરાબ ડાન્સર કે એક્ટર છું પરંતુ, ગંગુબાઈ’નું ટ્રેલર અને ‘ઢોલિડા’ ગીતનો રિસ્પોન્સ જોયા પછી Alia Bhatt એ આ વાત કહી
આલિયા ભટ્ટે (Alia Bhatt) કહ્યું છે કે, તે ચોક્કસપણે ખરાબ અભિનેત્રી અથવા ડાન્સર બની શકે છે પરંતુ તેના માટે એવું ન કહી શકાય કે તે મહેનતુ નથી.
Alia Bhatt :આલિયા ભટ્ટ (Alia Bhatt) ની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી(Gangubai Kathiawadi)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આલિયાએ ફિલ્મના ટ્રેલર અને પછી ફિલ્મના પહેલા ગીત ‘ઢોલિડા’થી બધાને ચોંકાવી દીધા હતા. ત્યારથી આલિયાની ચારેબાજુથી ખૂબ પ્રશંસા થઈ રહી છે. આવી સ્થિતિમાં આલિયા ભટ્ટે કહ્યું છે કે, તે ચોક્કસપણે ખરાબ અભિનેત્રી અથવા ડાન્સર બની શકે છે, પરંતુ તેના માટે એવું ન કહી શકાય કે તે મહેનતુ નથી.
મિસ માલિનીના રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ જણાવ્યું કે, ફિલ્મની અંદર બે ગરબા ગીતો છે. તે જ સમયે, તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે ઢોલિડા ગીતના છેલ્લા ભાગનું રિહર્સલ કર્યું ન હતું. તે એક જ શોટમાં પૂર્ણ થયું હતું.
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં 2 ગરબા ગીત
View this post on Instagram
અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું- ફિલ્મની અંદર બે ગરબા ગીતો છે. બંને ગીતો એકબીજાથી ખૂબ જ અલગ છે. પહેલું ગીત ગંગા પર ફિલ્માવવામાં આવ્યું છે જ્યારે બીજું ગીત ગંગુબાઈ પર છે. આ ગીત ક્રુતિ મહેશે કોરિયોગ્રાફ કર્યું છે. ગંગા ગીતમાં એક અલગ પ્રકારની ઊર્જાની જરૂર હતી, ઢોલિડા ગીતનો છેલ્લો ભાગ પહેલા શૉટમાં જ પૂરો થઈ ગયો હતો, તેની પ્રેક્ટિસ નહોતી કરી.
અભિનેત્રીએ પોતાના અભિનય વિશે આ વાત કહી
આલિયાએ આગળ કહ્યું, ‘જ્યારે લોકો હવે તે ગીત જોઈ રહ્યા છે ત્યારે તેઓને ગીતનો છેલ્લો ભાગ પસંદ આવી રહ્યો છે, દરેક લોકો કહી રહ્યા છે કે ગીત સારું છે, જે લોકો મને પસંદ નહોતા કરતા તેઓ પણ કહી રહ્યા છે કે આલિયાએ ખૂબ મહેનત કરી છે. મારે મારી જાતને સાબિત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. અંતે, મારે કેમેરાનો સામનો કરવો પડશે. તમે મને ખરાબ એક્ટર કહી શકો, તમે મને ખરાબ ડાન્સર કહી શકો. મને દરેક બાબતમાં ખરાબ કહી શકાય પણ આલિયા મહેનતુ નથી એવું કહી શકતા નથી.