નામ બડે દર્શન છોટે- શાહરૂખની ફિલ્મના ગીત ગાવાના મળ્યા માત્ર આટલા રૂપિયા, સિંગરનું છલકાયુ દર્દ
પોતાની ફિલ્મો માટે કરોડોની ફી લેતા બોલિવુડના કિંગખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની ફિલ્મના ગીત ગાવા માટે સિંગરને કેટલા રૂપિયા મળે છે તેનો આંકડો જાણશો તો તમે જરૂરથી ચોંકી જશો. સિંગર કૃષ્ણ બેઉરા-જેમણે બોલિવુડના અનેક આઈકોનિક ગીતો માટે પોતાનો કંઠ આપ્યો છે. તેમને SRK ની ફિલ્મના ગીત ગાવા માટેની જે ફી આપવામાં આવી તે જોઈને તેમનું દર્દ છલકાયુ છે.

બોલિવુડમાં સિંગ કૃષ્ણ બેઉરાએ અનેક બોલિવુડ ફિલ્મો માટે તેમનો મધુર કંઠ આપ્યો છે. તેમનુ કહેવુ છે કે તેમણે ક્યારેય પોતાના કામને અનુરૂપ યોગ્ય વળતર મળ્યુ જ નથી. તેમણે પોતાની ફિલ્મો માટે કરોડો રૂપિયાની ફી વસુલતા શાહરૂખ ખાનની ફિલ્મ માટે પણ અનેક ગીતો ગાયા છે. પરંતુ તેમને તેના માટે જે ફી આપવામાં આવી છે તેનો આંકડો જાણશો તો તમને વિશ્વાસ નહીં આવે.
‘1મૌલા મેરે લેલે મેરી જાન’, ‘આપકી કશિશ’, ‘ઠુકરા કે મેરા પ્યાર’, સહિતના ગીતો ક્યારેકને ક્યારેક તો કાને પડ્યા જ હશે. આ ગીતોમાં જે મધુર અવાજ છે તે કૃષ્ણ બેઉરાનો છે. આ આઈકોનિક ગીતોમાં તેમણે કંઠ આપ્યો છે. કૃષ્ણ બેઉરાએ આ ગીતો ઉપરાંત પણ અનેક મધુર ગીતો ગાયા છે. પરંતુ બહુ ઓછા લોકો કદાચ આજે તેમને ઓળખતા હશે.
કેમ છલકાયુ સિંગર કૃષ્ણ બેઉરાનું દર્દ?
હાલમાં જ કૃષ્ણ બેઉરાએ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા પક્ષપાત પર વાત કરતા તેમણે તેમનો અનુભવ કર્યો. તેમણે કહ્યુ કે તેમને તેમના આઈકોનિક ગીતો માટે બહુ જ ઓછી ફી આપવામાં આવી. હિંદી રશ ના પોડકાસ્ટમાં સિંગરે જણાવ્યુ કે “બોલિવુડમાં સિંગર્સ માટે કોઈ ફિક્સ્ડ સ્ટ્રક્ચર નથી, હું કહુ છે કે સિંગર્સને ઓછામાં ઓછી ફી મળવી જોઈએ. જો તમે કોઈ સિંગરને બોલાવો છો અને સ્ટુડિયોમાં કલાકો બેસાડો છો તો તેને ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા તો આપો.” પરંતુ ક્યારેક તો સિંગર્સને 10 હજાર રૂપિયા પણ નથી મળતા.
ઉદાહરણ તરીકે કશિશ ગીત ગાવા માટે મને માત્ર 10 હજાર રૂપિયા મળ્યા હતા. તેમા પણ 900 રૂપિયા TDS કપાઈ ગયો. ‘ચક દે ઈન્ડિયા’ ફિલ્મના આઈકોનિક સોંગ ‘મૌલા મેરે લેલે મેરી જાન’ ગાવા માટે મને યશરાજ ફિલ્મ્સે મને માત્ર 10 હજાર રૂપિયા આપ્યા હતા.
કૃષ્ણ બેઉરાએ વધુમાં જણાવ્યુ, “મારા 23 વર્ષની કેરિયરમાં, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિંગર તરીકે હું જો પ્લેબેક સિંગીગની કમાણી જોઉ તો મારી પાસે માત્ર દોઢ લાખ રૂપિયા જ છે. પ્રાઈવેટ પ્રોડ્યુસર પૈસા તો આપે છે પરંતુ ઈન્ડસ્ટ્રી વાળા નથી આપતા, કારણ કે તેમનુ માનવુ છે કે ગીત ગાનારા લોકો શો અને કોન્સર્ટથી કમાઈ લેશે. તમે પૈસા માગી ન શકો, કારણ કે જો માગશો તો ફરી તમને કામ નહીં આપે.”
હિરોના કેસમાં એવુ નથી થતુ. તમે અક્ષય કુમારની ફી માંથી 1000 રૂપિયા પણ કાપીને બતાવો, કોઈનામાં હિંમત નથી આવુ કરવાની.
ઈન્ડસ્ટ્રીમાં સિંગર્સ સાથે થતા વર્તન પર બોલ્યા કૃષ્ણ બેઉરા?
ગાયકે એ-લિસ્ટ ગાયકો વિશે પણ એક મહત્વપૂર્ણ દાવો કર્યો. તેમણે કહ્યું કે ઘણા ગાયકો એક ગીત માટે 3 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. કૃષ્ણા બેઉરાએ કહ્યું, “ફક્ત એ-લિસ્ટ ગાયકો જ પૈસા કમાય છે કારણ કે સંગીતકારો માને છે કે જો કોઈ મોટા ગજાનો ગાયક ગાય છે, તો સંગીત સરળતાથી કંપનીઓને વેચી શકાય છે.”
“હું તેમના ચાર્જ વિશે કંઈ કહી શકતો નથી, કારણ કે દરેકના પોતાના રેટ હોય છે. કેટલાક 5 લાખ રૂપિયા લે છે, કેટલાક 10 લાખ રૂપિયા, કેટલાક 50 લાખ રૂપિયા, અને કેટલાક તો ગીત માટે 3 કરોડ રૂપિયા પણ માંગે છે. બધું માંગ પર આધાર રાખે છે. ઉદ્યોગમાં તમારી માંગ વધતાં જ, તમે જે માંગશો તે તમને મળશે. રોયલ્ટી ગાયકો સુધી પહોંચતી નથી. આખરે, તેમને કંઈ મળતું નથી. ગાયકો માટે પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો લાઇવ શો જ છે.”
