AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Remo D’Souza Birthday: ‘પિંગા’થી લઈને ‘બલમ પિચકારી’ સુધી, રેમો ડિસોઝાએ આ 6 હિટ ગીતોની કરી છે કોરિયોગ્રાફી

Happy Birthday Remo D’Souza: રેમો ડિસોઝા વર્ષોથી બોલિવૂડ સાથે કોરિયોગ્રાફર અને ડાન્સર તરીકે જોડાયેલા છે. તેણે ડાન્સને લગતી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ 'ABCD' હતી. આજે તેમનો જન્મદિવસ છે.

Remo D'Souza Birthday: 'પિંગા'થી લઈને 'બલમ પિચકારી' સુધી, રેમો ડિસોઝાએ આ 6 હિટ ગીતોની કરી છે કોરિયોગ્રાફી
remo dsouza birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 1:04 PM
Share

રેમો ડિસોઝા (Remo D’Souza) એવા જ એક સ્ટાર છે. જેમણે બોલિવૂડમાં તેના આકર્ષક ડાન્સ મૂવ્સથી ધૂમ મચાવી છે. તે બહુ પ્રતિભાશાળી સ્ટાર છે. તેણે કોરિયોગ્રાફર, એક્ટર અને ડિરેક્ટર તરીકે ઘણું નામ કમાવ્યું છે. રેમો આ પેઢીનો સૌથી પ્રિય ડાન્સર-કોરિયોગ્રાફર છે. લોકો તેની સાથે કામ કરવાનું સપનું જુએ છે. તે ડાન્સ રિયાલિટી શોના જજ તરીકે જોવા મળ્યો છે. તેઓ આજે 2જી એપ્રિલે 48મો જન્મદિવસ (Remo D’Souza Birthday) સેલિબ્રેટ કરી રહ્યા છે.

રેમોએ કેટલીક ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ‘ABCD’ હતી. આ પછી તેણે ‘ફાલતૂ’ (FALTU), ‘ABCD 2’, ‘અ ફ્લાઈંગ જાટ’, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ અને ‘રેસ 3’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું. આવો, ચાલો જાણીએ બોલીવુડના કેટલાક હિટ ગીતો વિશે, જેને રેમોએ કોરિયોગ્રાફ કર્યા હતા.

‘બાજીરાવ મસ્તાની’નો દીવાની મસ્તાની ડાન્સ

રેમો ડિસોઝાને સંજય લીલા ભણસાલીની ફિલ્મના આ આકર્ષક ગીત માટે 2016માં શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે 63મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દીપિકા પાદુકોણે ગીત પર પરફોર્મ કર્યું હતું. આ ગીતને આઈફા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યું હતું.

‘બાજીરાવ મસ્તાની’નો પિન્ગા ડાન્સ

આ ગીત માટે રેમોને 64મા ફિલ્મફેર એવોર્ડ માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યો હતો. આ ગીત પર પ્રિયંકા ચોપરા અને દીપિકાએ પરફોર્મ કર્યું હતું. આ માટે તેમને ‘પ્રોડ્યુસર્સ ગિલ્ડ ફિલ્મ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો.

યે જવાની હૈ દીવાનીનો બલમ પિચકારી ડાન્સ

રણબીર અને દીપિકાને દર્શાવતા આ ભાવપૂર્ણ ગીત માટે રેમોએ તે વર્ષે લગભગ તમામ એવોર્ડ જીત્યા હતા. IIFA એવોર્ડ્સ, સ્ક્રીન એવોર્ડ્સ, ઝી સિને એવોર્ડ્સથી લઈને પ્રોડ્યુસર્સ ગિલ્ડ એવોર્ડ્સ સુધી, રેમો દરેક ઈવેન્ટમાં નિર્ણાયકોની પ્રથમ પસંદગી હતી. તેના બંને ડાન્સ ટ્રેકના હૂક સ્ટેપ્સ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

ABCDનો સુન સાથિયા ડાન્સ

રેમોએ આ ગીતને એટલી કુશળતાથી કોરિયોગ્રાફ કર્યું કે તે ડાન્સ પ્રેમીઓ માટે એક સંપૂર્ણ ગીત બની ગયું. લોકોને તે ખૂબ ગમ્યું. શ્રદ્ધા અને વરુણે રેમોના આકર્ષક ડાન્સ મૂવ્સને સુંદર રીતે રજૂ કર્યા.

‘કલંક’નું ઘર મોરે પરદેસિયા

પ્રખ્યાત ગીત ‘ઘર મોરે પરદેશિયા’માં તેની શાનદાર કોરિયોગ્રાફી માટે રેમોએ શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો 65મો ફિલ્મફેર એવોર્ડ જીત્યો.

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’નું ડિસ્કો દીવાને

તે શાનદાર હૂક સ્ટેપ્સ સાથેનું એક આકર્ષક હિટ ગીત હતું. પ્રેક્ષકોએ આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને રેમોની કોરિયોગ્રાફીમાં ડાન્સ કરતા જોયા.

આ પણ વાંચો: Knowledge: ટેબલ પર Fork And Knife રાખવાની એક ખાસ રીત છે, જાણો ડાઇનિંગ ટેબલના નિયમો

આ પણ વાંચો: Box Office Collection: ‘RRR’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તો જ્હોનની ‘અટેક’ એ કરી આટલા કરોડની કમાણી

g clip-path="url(#clip0_868_265)">