AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Box Office Collection: ‘RRR’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તો જ્હોનની ‘અટેક’ એ કરી આટલા કરોડની કમાણી

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને ગુરુવારે કરેલા ટ્વીટ અનુસાર ફિલ્મ 'RRR'નું છ દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન 700 કરોડની નજીક છે. 'RRR'ના પ્રથમ સપ્તાહના કલેક્શને અન્ય ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

Box Office Collection: 'RRR' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તો જ્હોનની 'અટેક' એ કરી આટલા કરોડની કમાણી
box office collection rrr & Attack movie
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:25 AM
Share

‘RRR’નું હિન્દી વર્ઝન તેના પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ (Box Office) પર સફળ રહ્યું છે. એસએસ રાજામૌલીની ફિલ્મે તેની પોતાની ફિલ્મ ‘બાહુબલીઃ ધ બિગિનિંગ’ તેમજ ‘સૂર્યવંશી’ અને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના (The Kashmir Files) પ્રથમ સપ્તાહના કલેક્શનને વટાવી દીધું છે. ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ₹132 કરોડનું કલેક્શન કર્યું છે. આ સિવાય ગયા શુક્રવારની વાત કરીએ તો આ ફિલ્મે 13 કરોડનો બિઝનેસ કર્યો છે. કુલ 8 દિવસમાં આ ફિલ્મે 145 કરોડની કમાણી કરી લીધી છે અને હવે તે 200 કરોડના આંકડા તરફ ઝડપથી આગળ વધી રહી છે.

તે બ્રિટિશ રાજ સામે ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ (રામ ચરણ) અને કોમારામ ભીમ (જુનિયર એનટીઆર)ની લડાઈ વિશેની કાલ્પનિક વાર્તા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ નાની ભૂમિકામાં છે. તેને વિવેચકો તેમજ ફિલ્મ જોનારાઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

‘RRR’ 200 કરોડના આંક તરફ આગળ વધી રહી છે

Boxofficeindia.com મુજબ ફિલ્મના હિન્દી વર્ઝનનું ગુરુવારે ₹11.50 કરોડનું શુદ્ધ કલેક્શન હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે “પહેલા અઠવાડિયે નક્કી કર્યું છે કે ફિલ્મ હિટ છે અને હવે તે બીજા શુક્રવારની વાત છે જે તેને ઉચ્ચ સ્તરે લઈ જશે.”

‘RRR’ના પ્રથમ સપ્તાહના કલેક્શને અન્ય ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જ્હોન અબ્રાહમની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘અટેક’ તેના ઓપનિંગ ડે પર વધારે કમાણી કરી શકી નથી. આ ફિલ્મે પહેલા દિવસે 2.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે જ્હોનની ફિલ્મોની દૃષ્ટિએ ઘણી ઓછી છે. એવું લાગે છે કે આ ફિલ્મ 20 કરોડ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરી રહી છે. જ્યારે ફિલ્મનું બજેટ જ 65 કરોડ છે અને આ ફિલ્મ 2000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

દસમા સ્થાન પર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પણ 300 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 238.72 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મે ચોથા શુક્રવારે 1.5 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને દસમા સ્થાને પોતાનું સ્થાન બનાવી લીધું છે.

વર્લ્ડવાઈડ કલેક્શન 700 કરોડ થવા જઈ રહ્યું છે

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને ગુરુવારે કરેલા ટ્વીટ અનુસાર ફિલ્મ ‘RRR’નું છ દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન 700 કરોડની નજીક છે. ‘RRR’ ઘણી કમાણી કરી રહી છે અને આવનારા દિવસોમાં તેની કમાણી હજુ પણ વધવાની છે. પરંતુ જોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ની શરૂઆત ખરાબ રહી છે.

આ પણ વાંચો: Bollywood : આ બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ સૌથી ઓછા સમયમાં થયું, માત્ર 10 દિવસમાં જ બની હતી આ ફિલ્મ

આ પણ વાંચો: Bollywood News: ફોટામાં દેખાતી આ છોકરી બોલિવૂડની જાણીતી ડાન્સર અને સુપરસ્ટારની છે માતા, તમે ઓળખી શકો તો જિનિયસ કહેવાશો

g clip-path="url(#clip0_868_265)">