Arijit Singh Birthday Special : અરિજિત સિંહ પોતાના અવાજથી લોકોના દિલો પર રાજ કરે છે, અહીં જુઓ સિંગરના Superhit Songs ની પ્લેલિસ્ટ…
Arijit Singh Birthday Special : અરિજીત સિંહ ગાયકીની દુનિયામાં એક મોટું નામ છે. અરિજિત 25 એપ્રિલે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર અમે તેમના ગીતોની પ્લેલિસ્ટ તૈયાર કરી છે. જાણો કયા છે આ સુપરહિટ ગીતો.

Arijit Singh Birthday Special : બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર અરિજિત સિંહે (Bollywood Singer Arijit Singh) તેના સુરીલા અવાજ અને રોમેન્ટિક લવ સોન્ગથી કરોડો ચાહકોના દિલો પર રાજ કર્યું. પરંતુ, તેના સ્ટારડમ અને લોકપ્રિયતા હોવા છતાં, અરિજિત ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. કદાચ આનું જ પરિણામ છે કે જ્યારથી અરિજિત સિંહે સિંગિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે ત્યારથી અત્યાર સુધી તેમનો ચાર્મ બરકરાર છે. ખૂબ જ સરળ વ્યક્તિ અરિજિત તેની સાદગી માટે પણ જાણીતો છે. અરિજિત તેના હિટ ગીતો માટે સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે.
આ પણ વાંચો : Bairiya Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ લેટેસ્ટ આલ્બમ સોંગ બૈરિયાના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
આજે 25મી એપ્રિલે અરિજીત સિંહનો જન્મદિવસ છે. તેમનો જન્મ 25 એપ્રિલ 1986ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો. આ સાથે તે 34 વર્ષનો થઈ ગયો છે. અરિજીતના પિતા પંજાબી અને માતા બંગાળી હતી. મે 2021માં અરિજીતની માતાનું કોરોના સમયગાળા દરમિયાન અવસાન થયું હતું. તેમણે સંગીતનું શિક્ષણ તેમના ઘરેથી જ મેળવ્યું હતું. તેની દાદી પણ ગાયિકા રહી ચૂકી છે, આ સાથે જ અરિજિતને તેની માતા પાસેથી પણ સંગીત શીખવાની કળા મળી છે. તેની માતા ગાયનની સાથે તબલા વગાડતી.
આ અવસર પર અમે અરિજીતના ચાહકો માટે તેના સુપરહિટ ગીતોની પ્લેલિસ્ટ તૈયાર કરી છે. અરિજિતે બોલિવૂડમાં તેની 10 વર્ષની સફર પૂર્ણ કરી છે. આ 10 વર્ષમાં તેણે ઘણા શાનદાર ગીતો ગાયા છે. તેમના ગીતો અવાર-નવાર લોકોના દિલને સ્પર્શી જાય છે. લોકો કહે છે કે તેના અવાજમાં એવો જાદુ છે કે તે દરેકને પોતાની તરફ આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે.
અરિજિત સિંહના કેટલાક એવરગ્રીન સુપરહિટ ગીતો :
હાલમાં જ અક્ષય કુમારની ફિલ્મ અતરંગી રેનું સુપરહિટ ગીત ‘રેત જરા સી’ અરિજીત સિંહે ગાયું છે. ફિલ્મનું ગીત જબરદસ્ત હિટ સાબિત થયું હતું.
અરિજીત સિંહે ફિલ્મ કબીર સિંહના ગીતો પણ ગાયા છે. ફિલ્મનું ગીત ‘તુઝે કિતના ચાહને લગે હમ’ પણ સુપરહિટ રહ્યું હતું.
બચ્ચન પાંડેની ફિલ્મનું ગીત ‘હીર રાંઝા’ આ દિવસોમાં ધૂમ મચાવી રહ્યું છે.
ફિલ્મ ‘ધોખા’નું ટાઈટલ સોંગ ‘ધોખા’ આ દિવસોમાં લોકોના પ્લેલિસ્ટનો એક ભાગ બની ગયું છે.
સૂર્યવંશી ફિલ્મનું ગીત ‘મેરે યારા’ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ગીતમાં નીતિ મોહને ફીમેલ અવાજ આપ્યો છે.
લવ આજ કલ ફિલ્મના ગીત ‘શાયદ’ને પણ ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.
ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’નું ટ્રેક સોંગ લોકોની પસંદમાંનું એક છે.
સુશાંત સિંહની ફિલ્મ છિછોરેનું ગીત ‘ખૈરિયત’ પણ અરિજીતના સુપરહિટ ગીતોમાંનું એક છે.
અરિજિત પોતાની સાદગીથી ચાહકોના દિલ પર રાજ કરે છે
હાલમાં જ અરિજીત સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે સ્કૂલની બહાર પેઇન્ટ, ટી-શર્ટ અને સ્લીપરમાં રાહ જોતો જોવા મળ્યો હતો. હકીકતમાં તે તેના પુત્રને લેવા માટે શાળાએ ગયો હતો અને અન્ય માતા-પિતા સાથે બહાર ઉભો જોવા મળ્યો હતો. તે દરમિયાન અરિજિતે તેની સાદગીથી તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. લોકો માટે આશ્ચર્યની વાત હતી કે, આટલું સ્ટારડમ હોવા છતાં અરિજિત સામાન્ય માણસની જેમ જીવન જીવવામાં માને છે.
Not as a celebrity, but like five other parents, He has come to drop his son off at a government school. Murshidabad,West Bengal ✅@arijitsingh Huge start, infact one of the biggest celebrity of india with Zero arrogance ✅ What a legend🙏#ArijitSingh #AtifAslam #RanbirKapoor pic.twitter.com/x8JHn3Uljh
— Rg The Legend. (@Meinrebelhoon) April 13, 2022
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…