Bollywood Drugs Case : કરણ જોહરને 2019 પાર્ટી વિડીયો સંદર્ભે NCBએ પાઠવ્યું સમન્સ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જોહરને 2019ની પાર્ટી વિડીયોના સંદર્ભમાં સમન્સ પાઠવ્યું છે. કરણ જોહરે 18 ડિસેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવો પડશે. NCBએ ફિલ્મ નિર્માતાને NDPS એક્ટની કલમ 67B હેઠળ વિડીયોની સચોટતા તપાસવા સમન્સ જારી કર્યા છે.આ કલમ હેઠળ કરણ જોહરને હાજર રહેવાની જરૂર નથી. પરંતુ તપાસ એજન્સી સાથે સહકાર આપવો પડશે. જુલાઈ […]

Bollywood Drugs Case : કરણ જોહરને 2019 પાર્ટી વિડીયો સંદર્ભે NCBએ પાઠવ્યું સમન્સ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Dec 17, 2020 | 11:05 PM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જોહરને 2019ની પાર્ટી વિડીયોના સંદર્ભમાં સમન્સ પાઠવ્યું છે. કરણ જોહરે 18 ડિસેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવો પડશે. NCBએ ફિલ્મ નિર્માતાને NDPS એક્ટની કલમ 67B હેઠળ વિડીયોની સચોટતા તપાસવા સમન્સ જારી કર્યા છે.આ કલમ હેઠળ કરણ જોહરને હાજર રહેવાની જરૂર નથી. પરંતુ તપાસ એજન્સી સાથે સહકાર આપવો પડશે.

જુલાઈ 2019ની બોલિવૂડ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના સંદર્ભે કરણને નોટિસ મોકલાઇ છે. કેન્દ્રીય એજન્સીને સપ્ટેમ્બરમાં આ સંદર્ભે કોંગ્રેસના મજિંદર સિરસા તરફથી ફરિયાદ મળી હતી.

એનસીબી બોલીવુડ ડ્રગ્સ કનેક્શન વિશેની મહત્વપૂર્ણ માહિતી અને ડિરેક્ટર દ્વારા જુલાઈ 2019માં યોજાયેલી પાર્ટીની વિગતો અંગે જવાબ માગ્યો છે. આ ઉપરાંત, તપાસ એજન્સી દ્વારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય માહિતી પણ માંગવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ કેસમાં અત્યારસુધીમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રિત સિંહ, શ્રદ્ધા કપૂર અને અર્જુન રામપાલ સહિત બોલિવુડના ખ્યાતનામ લોકોની પૂછપરછ બાદ હવે કરણ જોહરનો વારો આવ્યો છે.

ઓક્ટોબર માસમાં એનસીબીના deputy director કેપીએસ મલ્હોત્રા અને ડીડીજી મુથા અશોક જૈનની આગેવાની હેઠળની એનસીબીની ટીમે એનસીબીના ડીજી રાકેશ અસ્થાના સાથે આ અંગેની આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેવા ચર્ચા કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">