AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: ‘કેડી ધ ડેવિલ’ ફિલ્મમાંથી શિલ્પા શેટ્ટીનો ફર્સ્ટ લુક રિલીઝ, સ્વેગમાં જોવા મળી એક્ટ્રેસ

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાના અભિનય અને સુંદરતાના દમ પર બોલિવુડ પર રાજ કર્યું છે. 90ના દાયકાની સફળ એક્ટ્રેસે બોલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે સાઉથ સિનેમામાં પોતાનો જાદુ ફેલાવશે. શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અપકમિંગ કન્નડ ફિલ્મમાં જોવા મળશે.

Shilpa Shetty: 'કેડી ધ ડેવિલ' ફિલ્મમાંથી શિલ્પા શેટ્ટીનો ફર્સ્ટ લુક રિલીઝ, સ્વેગમાં જોવા મળી એક્ટ્રેસ
Shilpa Shetty
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:26 PM
Share

સાઉથ સિનેમા હવે માત્ર એક ચોક્કસ ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મોને ઈન્ટરનેશનલ લેવલ પર ઓળખ મળી રહી છે. ફિલ્મ ‘આરઆરઆર’ તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેના ગીત નાટુ નાટુને ઓસ્કાર મળ્યો હતો. સાઉથ સિનેમાની વધતી જતી લોકપ્રિયતાને જોઈને ઘણા બોલિવુડ સ્ટાર્સ પણ સાઉથ સિનેમા તરફ વળ્યા છે. હવે આ લિસ્ટમાં શિલ્પા શેટ્ટીનું નામ પણ જોડાઈ ગયું છે.

કન્નડ ફિલ્મમાં જોવા મળશે શિલ્પા શેટ્ટી

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાના અભિનય અને સુંદરતાના દમ પર બોલિવુડ પર રાજ કર્યું છે. 90ના દાયકાની સફળ એક્ટ્રેસે બોલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે સાઉથ સિનેમામાં પોતાનો જાદુ ફેલાવશે. આજે શિલ્પા શેટ્ટીએ પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. હવે તે કન્નડ ફિલ્મમાં જોવા મળશે. પરંતુ કન્નડ ઈન્ડસ્ટ્રીમાં આ એકટ્રેસની ડેબ્યુ ફિલ્મ નથી. આ પહેલા પણ તે કન્નડ સિનેમામાં કામ કરી ચુકી છે.

શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં કન્નડ સુપરસ્ટાર ધ્રુવ સરજાની અપકમિંગ ફિલ્મ ‘કેડી ધ ડેવિલ’માં જોવા મળશે. મેકર્સે આ ફિલ્મમાંથી શિલ્પા શેટ્ટીનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ હોવાની વાત સામે આવી રહી છે. આમાં શિલ્પા મહત્વના રોલમાં જોવા મળશે. તેના કેરેક્ટરનું નામ સત્યવતી છે.

જોરદાર લુકમાં જોવા મળી શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ પણ આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. એક્ટ્રેસ ખૂબ જ જોરદાર લુકમાં જોવા મળી રહી છે. તે પોલ્કા ડોટ વ્હાઈટ સાડી પહેરેલી જોવા મળી રહી છે. કાળા ચશ્મા પહેરેલા અને હાથમાં પર્સ પકડીને તેનો સ્વેગ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે શિલ્પા શેટ્ટીએ કેપ્શન લખ્યું છે, ‘ગુડી પર્વ, ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ. નવી શરૂઆતના આ ખાસ દિવસે પર મને તમારી સાથે શેયર કરતાં અત્યંત આનંદ થાય છે કે હું ફિલ્મ ‘કેડી ધ ડેવિલ’માં સત્યવતીનો રોલ પ્લે કરતી જોવા મળીશ.

આ પણ વાંચો: Viral Video: ઈવેન્ટમાં કચરો ઉપાડતો જોવા મળ્યો રણવીર સિંહ, લોકોએ કહ્યું ઓવર એક્ટિંગના 50 રૂપિયા કટ

શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ પર તેના ફેન્સ ખુશ થઈ ગયા છે. યુઝર્સ કોમેન્ટ કરીને શિલ્પા શેટ્ટીને અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વાહ! શું સમાચાર મળ્યા છે. અન્ય યુઝરે લખ્યું, ‘કન્નડ ઇન્ડસ્ટ્રીમાં સ્વાગત છે.’ પરંતુ કેટલાક યુઝર્સ શિલ્પા શેટ્ટીની ટીકા કરતા પણ જોવા મળે છે અને તેના લુકને ગંગુબાઈની કોપી ગણાવે છે. એક યુઝરે લખ્યું, ‘કંઈ નવું નથી કરવા માટે? તમે ગંગુબાઈની કોપી લાગી રહ્યા છો.’

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">