AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: મુંબઈ મેટ્રોમાં સામાન્ય છોકરીની જેમ બેઠેલી જોવા મળી સારા અલી ખાન, શેર કરી તસવીર

Sara Ali Khan In Metro: સારા અલી ખાને (Sara Ali Khan) પોતાની બિન્દાસ સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી દીધા છે. ઈન્સ્ટાગ્રામ પર 40 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી એક્ટ્રેસે મેટ્રોમાં મુસાફરી કરી. તેની હાલની પોસ્ટ જ તેનો પુરાવો છે.

Sara Ali Khan: મુંબઈ મેટ્રોમાં સામાન્ય છોકરીની જેમ બેઠેલી જોવા મળી સારા અલી ખાન, શેર કરી તસવીર
Sara Ali Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 7:12 PM
Share

Sara Ali Khan In Metro: બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનની શાનદાર સ્ટાઈલને કારણે લાખો લોકો તેના ફેન છે. એક્ટ્રેસ હોવા છતાં તે ખૂબ જ શાંત સ્વભાવની છે અને આ જ કારણ છે કે લોકો તેની શાનદાર સ્ટાઈલ સાથે જોડાવાનું પસંદ કરે છે. તે સોશિયલ મીડિયા પર તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી ડિટેલ્સ પણ શેર કરતી રહે છે. સારા પણ ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. એટલા માટે તે ઘણીવાર પબ્લિક પ્લેસ પર જોવા મળે છે. પરંતુ આ વખતે એક્ટ્રેસ મુંબઈ મેટ્રોમાં સામાન્ય નાગરિકની જેમ જોવા મળી છે.

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક નાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે સામાન્ય છોકરીની જેમ મેટ્રોમાં બેઠી જોવા મળી રહી છે. એક્ટ્રેસે આ દરમિયાન વ્હાઈટ અને પિંક કલનો પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે. સારા મેટ્રોમાં મુસાફરી કરતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. એક્ટ્રેસે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘મુંબઈ મેરી જાન.’ આ સિવાય 6 સેકન્ડના આ ટૂંકા વીડિયોના બેકગ્રાઉન્ડમાં પ્રીતમનું લોકપ્રિય ગીત ‘ઈન દિનો’ પણ વાગી રહ્યું છે.

સારા અલી ખાન અનુરાગ બાસુ સાથે તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં બિઝી છે. ફિલ્મનું નામ ‘મેટ્રો ઈન દિનો’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેની સામે આદિત્ય રોય કપૂર જોવા મળશે. વીડિયોમાં સારાએ ફિલ્મના ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને એક્ટર આદિત્યને પણ મેન્શન કર્યા છે અને લખ્યું છે – મને આશા ન હતી કે તમારા બંને પહેલા હું મેટ્રોમાં મુસાફરી કરીશ.

આ પણ વાંચો : વિચિત્ર બેગ સાથે જોવા મળ્યો અક્ષય કુમાર, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા, જુઓ Video

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ વિશે વાત કરીએ તો આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાને આ ફિલ્મ વિશે જાન્યુઆરી 2023ની શરૂઆતમાં જ કહ્યું હતું કે તેમની ફિલ્મ 2023ના અંત સુધીમાં રિલીઝ થશે. આ ફિલ્મ 23 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય ફિલ્મમાં અનુપમ ખેર, નીના ગુપ્તા, ફાતિમા સના શેખ અને અલી ફઝલ જોવા મળશે. સારા અલી ખાન છેલ્લે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી ફિલ્મ ગેસલાઈટમાં જોવા મળી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">