સગાઈના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ફરી એકસાથે મળ્યા જોવા, જોવા પહોંચ્યા IPL મેચ, Photos Viral
Raghav Chadha And Parineeti Chopra: સગાઈના સમાચારને લઈને ચર્ચામાં રહેલા રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા (Parineeti Chopra) આઈપીએલ મેચ જોવા માટે એકસાથે આવ્યા છે. બંને પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે.
Raghav Chadha And Parineeti Chopra: છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા તેમની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. મળતી માહિતી મુજબ બંને ટૂંક સમયમાં સગાઈ કરવાના છે.
સગાઈના સમાચારને લઈને ચર્ચામાં રહેવાની વચ્ચે ફરી એકવાર બંને સાથે જોવા મળ્યા છે. આજે એટલે કે 3 મેના રોજ બંને એકસાથે મોહાલીમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલની મેચ એકસાથે રમાઈ રહી છે.
Parineeti Chopra and AAP leader Raghav Chadda on a match date today.#PBKSvMI #Ipl2023 pic.twitter.com/Tt6d4ePyTq
— Himanshu Pareek (@Sports_Himanshu) May 3, 2023
બંને પહેલેથી જ ચર્ચામાં છે. જ્યારે હવે જ્યારે બંને સ્ટેડિયમમાં સાથે જોવા મળ્યા તો ફેન્સ એક્સાઈટેડ થઈ ગયા અને લોકોએ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું. હાલમાં ટ્વિટર પર ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે બંને એક જ રંગના કપડા પહેરેલા જોવા મળે છે. બંને સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બંનેના સ્માઈલ કરતાં ફોટો વાયરલ થઈ રહ્યા છે.
When Politics meets Bollywood
Raghav Chadha and Parineeti Chopra spotted enjoying a game together at the Mohali Stadium#PBKSvMI pic.twitter.com/YWJd47M6yT
— Siddharth (@ethicalsid) May 3, 2023
કેવી રીતે લાઈમલાઈટમાં આવ્યા બંને
માર્ચમાં રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ડિનર માટે સાથે જોવા મળ્યા હતા, ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તે પછી બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પાપારાઝીએ બંનેને ડેટિંગ અંગે ઘણી વખત સવાલ કર્યા હતા. પરંતુ અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ આ સંબંધની પુષ્ટિ કરી નથી. હંમેશા બંને માત્ર સવાલ પર જ હસતા જોવા મળતા હતા.
આ પણ વાંચો : Parineeti Raghav Engagement: આવી ગઈ તારીખ, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ દિવસે કરશે સગાઈ
આ દિવસે થઈ શકે છે સગાઈ
છેલ્લા કેટલાક દિવસોથી બંને પોતાની સગાઈને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ બંને આ મહિને સગાઈ કરવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને 13 મેના રોજ સગાઈ કરશે. પરિણીતી ચોપરા કે રાઘવ ચઢ્ઢા તરફથી સગાઈના આ સમાચારો પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…