Breaking News : બોલિવૂડની ફેમસ અભિનેત્રી ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદી, હોસ્પિટલમાં દાખલ
રાગિની એમએમએસની ફેમસ અભિનેત્રી ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. ચાલુ ટ્રેનમાંથી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટના વિશે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

રાગિની એમએમએસ રિટર્ન્સ અને પ્યાર કા પંચનામા જેવી ફિલ્મોમાં પોતાના અભિનય માટે ફેમસ કરિશ્મા શર્મા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. મુંબઈની લોકલ ટ્રેનમાંથી નીચે પડવાથી તેને ગંભીર ઈજાઓ થઈ છે. જેના માટે હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અકસ્માત એ સમયે થયો જ્યારે તે એક શૂટિંગ માટે ચર્ચગેટ સ્ટેશન જઈ રહી હતી. અભિનેત્રી હાલમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કરિશ્માએ આ ઘટનાની જાણકારી ખુદ ઈન્સ્ટાગ્રામ પર આપી છે. કરિશ્માએ જણાવ્યું કે, કઈ રીતે તેની સાથે અકસ્માત થયો છે. અને તેની હાલત હવે કેવી છે.
અભિનેત્રી ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદી
કરિશ્માએ પોતાની સાથે થયેલા અકસ્માતની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આપી છે. તેમણે કહ્યું કે,શૂટિંગ માટે સાડી પહેરી હતી અને જેવી તે ટ્રેનમાં ચઢી તો તેની સ્પીડ વધી ગઈ હતી. આ દરમિયાન તેમણે જોયું કે, તેના મિત્રો ટ્રેનમાં ચઢી શકતા નથી. ગભરાઈને, તેમણે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડવાનું નક્કી કર્યું, જેના કારણે તે પીઠના બળે જમીન પર પડી ગઈ. કરિશ્માએ જણાવ્યું કે આ અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી.માથામાં થયેલી ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ડોક્ટરોએ એમઆરઆઈ સ્કેન કરાવવાની સલાહ આપી છે અને હાલમાં તે હોસ્પિટલમાં છે.
View this post on Instagram
આ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અભિનેત્રી
કરિશ્મા શર્માએ ફસતે ફસાતે, સુપર 30, એક વિલેન રિટર્ન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે પવિત્ર રિશ્તા, યે હે મોહાબ્બત અને પ્યાર તૂને ક્યા કિયા જેવા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે.આ ઘટનાએ ફરી એક વખત મુંબઈ લોકલ ટ્રેનથી મુસાફરીની સુરક્ષા અને જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂકે છે. અમે કરિશ્માના જલ્દીથી સ્વસ્થ થવાની ઇચ્છા ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે.
