AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai News: દીપિકા પાદુકોણ કાર્ડ ટ્રિકથી મેજિક જોઈને થઈ ગઈ હેરાન, Video થયો વાયરલ

Deepika Padukone Video: એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો (Deepika Padukone) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દુબઈની એક રેસ્ટોરન્ટમાં મેજિક એન્જોય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે આર્ટિસ્ટની મેજિક ટ્રીક જોઈને તેનાથી ખૂબ જ ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ જલ્દી જ ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે.

Dubai News: દીપિકા પાદુકોણ કાર્ડ ટ્રિકથી મેજિક જોઈને થઈ ગઈ હેરાન, Video થયો વાયરલ
Deepika PadukoneImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 6:17 PM
Share

Deepika Padukone Video: દીપિકા પાદુકોણ (Deepika Padukone) હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં કેમિયો રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. હવે એક્ટ્રેસ તેની અપકમિંગ ફિલ્મ ‘ફાઇટર’ની તૈયારી કરી રહી છે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેની બહેન અનીશા પાદુકોણ સાથે દુબઈમાં મેજિકનો આનંદ માણતી જોવા મળે છે.

આર્ટિસ્ટની મેજિક ટ્રીક જોઈને હેરાન થઈ દીપિકા

હાલમાં દીપિકા પાદુકોણ તેની બહેન અનીશા પાદુકોણ અને મિત્રો સાથે દુબઈ ગઈ હતી. આ દરમિયાન દીપિકા એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચી હતી. ત્યારે એક મેજિક આર્ટિસ્ટ તેમની પાસે આવ્યો અને દીપિકા અને તેની બહેનને કાર્ડની જાદુઈ રમત બતાવી.

અહીં જુઓ દીપિકાનો વીડિયો

(VC: varindertchawla instagram)

આર્ટિસ્ટે એક્ટરને કેટલાક કાર્ડ પસંદ કરવાનું કહ્યું અને દીપિકાએ પણ રમતમાં ભાગ લીધો. વીડિયોમાં લાસ્ટમાં દીપિકાને કાર્ડ સાથે કરવામાં આવેલો જાદુ ગમ્યો. તેણે મેજિક આર્ટિસ્ટના વખાણ કરતાં તાળી પણ પાડી. આ સાથે તેને એમ પણ પૂછવામાં આવ્યું કે, ‘તમે અહીં શું કરી રહ્યા છો’.

ફેન્સ પણ દીપિકાના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલા દીપિકા ઈટલીના ફી બીચ પર ક્રૂ મેમ્બરમાંથી એક સાથે પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસ બ્લેક ડ્રેસમાં લાઈટ મેકઅપમાં જોવા મળી હતી. તે ફોટાના કેપ્શનમાં લખ્યું હતું કે ‘દીપિકા પાદુકોણ ઈટલી ફી બીચ પર ફાઈટરના સેટ પર.’

આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘ફાઈટર’નું એક ગીત વિશાલ દદલાની અને શેખર રવજિયાનીનું હશે, જે 2019ની ફિલ્મ વોરના ઋતિકના ગીત ઘુંઘરૂ જેવું હોઈ શકે છે. આ સિવાય બીજું ગીત ઋતિક અને દીપિકા વચ્ચેનું રોમેન્ટિક ગીત હશે.

આ પણ વાંચો: Anushka Sharma Second Pregnancy: વિરાટ-અનુષ્કા શર્માના ઘરમાં ફરી ગુંજશે કિલકારી? કોહલી બીજી વખત બનશે પિતા!

‘ફાઇટર’ 25 જાન્યુઆરી, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. આ ફિલ્મ એક્શન થ્રિલર હશે. આ ફિલ્મમાં અનિલ કપૂર, અક્ષય ઓબેરોય અને કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">