AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cannes Film Festival માં ડેબ્યૂ કરશે અનુષ્કા શર્મા, ફ્રેંચ એમ્બેસેડરે આપ્યા ગુડ ન્યૂઝ

Anushka Sharma Cannes Debut : બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દરરોજ લાઈમલાઈટમાં રહે છે. અભિનેત્રીના ચાહકો માટે સારા સમાચાર છે. અનુષ્કા શર્મા ટૂંક સમયમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

Cannes Film Festival માં ડેબ્યૂ કરશે અનુષ્કા શર્મા, ફ્રેંચ એમ્બેસેડરે આપ્યા ગુડ ન્યૂઝ
Bollywood Actress Anushka Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 9:43 AM
Share

Anushka Sharma Cannes Debut : બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજકાલ ફિલ્મોમાં ઓછી અને ક્રિકેટ સ્ટેડિયમમાં વધુ જોવા મળે છે. અભિનેત્રી તેના પતિ વિરાટ કોહલી અને તેની ટીમને સપોર્ટ કરવા માટે દરરોજ સ્ટેડિયમમાં હાજર રહે છે. આ દરમિયાન અનુષ્કાના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અનુષ્કા શર્મા પણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવશે.

આ પણ વાંચો : Cannes ઈતિહાસમાં ગુજરાતનો ડંકો ,ગુજરાતી ફિલ્મ અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર વૉક કરી ગુજરાતનું વધાર્યું ગૌરવ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મનોરંજનની દુનિયા સાથે જોડાયેલા સ્ટાર્સ માટે એક મોટી ઇવેન્ટ છે. દરેકની નજર આ મોટી ઘટના પર છે. કાન્સની રેડ કાર્પેટ પર સુંદરીઓનું ગ્લેમર જોવા મળી રહ્યું છે. એકથી વધુ આઉટફિટ સાથે અભિનેત્રીઓએ રેડ કાર્પેટ પર પોતાનો ચાર્મ ફેલાવ્યો હતો. અનુષ્કા શર્મા આ મહિનાના અંતમાં ફ્રેન્ચ રિવેરા માટે જવાની છે. અનુષ્કા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવાની છે.

ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનેને આપી માહિતી

અનુષ્કા ઓસ્કાર વિજેતા કેટ વિન્સલેટ સાથે સિનેમામાં મહિલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં ભાગ લેશે. આ માહિતી ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનેને આપી છે. તે કહે છે કે તે સફર પહેલા અનુષ્કા અને વિરાટને મળ્યો હતો. રાજદૂતે ટ્વીટર પર લખ્યું, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને મળીને આનંદ થયો. મેં વિરાટ અને #TeamIndia ને આવનારી ટુર્નામેન્ટ માટે શુભેચ્છા પાઠવી હતી અને અનુષ્કાની #CannesFilmFestival ની સફર વિશે ચર્ચા કરી હતી.

આ કેપ્શન સાથે ઈમેન્યુઅલ લેનેને વિરાટ અને અનુષ્કા સાથેની એક તસવીર પણ શેર કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ સારા સમાચાર માટે ઈમેન્યુઅલ લેનૈનનો પણ આભાર માન્યો. તમને જણાવી દઈએ કે, 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 16 મે થી 27 મે, 2023 દરમિયાન યોજાશે. અગાઉ પણ શર્મિલા ટાગોર, ઐશ્વર્યા રાય, વિદ્યા બાલન અને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓ ફ્રેન્ચ ફેસ્ટિવલ માટે જ્યુરીમાં જોડાઈ છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
g clip-path="url(#clip0_868_265)">