બીજી વખત માતા બન્યા બાદ સામે આવી અનુષ્કા શર્માની પહેલી ઝલક, કામ પર પરત ફરી એક્ટ્રેસ

|

Mar 28, 2024 | 2:40 PM

બીજી વખત માતા બન્યા બાદ અનુષ્કા શર્મા સોશિયલ મીડિયાથી દૂર હતી અને તેના બાળકો સાથે સમય પસાર કરી રહી હતી. આવામાં લગભગ મહિના પછી એક્ટ્રેસે તસવીર શેર કરી છે, જેને જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.

બીજી વખત માતા બન્યા બાદ સામે આવી અનુષ્કા શર્માની પહેલી ઝલક, કામ પર પરત ફરી એક્ટ્રેસ
Anushka Sharma

Follow us on

બોલિવુડની સ્ટાર એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હાલમાં જ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. અનુષ્કા બીજા બાળકના જન્મ બાદ કેમેરા સામે જોવા મળી નથી, પરંતુ હવે એક્ટ્રેસે તેની એક તસવીર શેર કરીને તેની એક ઝલક બતાવી છે. અનુષ્કા શર્માના ફેન્સ તે રાહ જોઈને બેઠાં છે કે તે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની આઈપીએલ ટીમ આરસીબીની મેચ જોવા માટે ભારત આવે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માના બાળકનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો ત્યારથી તે લંડનમાં છે.

અનુષ્કા શર્માની પોસ્ટ

અનુષ્કા શર્માએ તેની પહેલી ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે એક જાહેરાતમાં જોવા મળે છે. અનુષ્કાએ તેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે વ્હાઈટ શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં એક્ટ્રેસના ફેસ પર બિગ સ્માઈલ જોવા મળી રહી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ફેન્સ કરી રહ્યા છે એક્ટ્રેસને મિસ

અનુષ્કા શર્માની પોસ્ટ પર ફેન્સ જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે અનુષ્કાને આઈપીએલમાં મિસ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું છે કે ભાભી ભૈયા કો બોલો કેકેઆર સે પંગા કરે, મેદાન મેં મનોરંજન કી કમી હો રહી હૈ.

આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે સ્ટેડિયમમાં આરસીબીને ચિયર કરવા માટે તમારી યાદ આવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે આટલા દિવસ પછી આવ્યા છો. આ સિવાય અન્ય યુઝર્સ તેની પોસ્ટ પર રેડ હાર્ટ ઈમોજી મોકલી રહ્યા છે.

લંડનમાં છે અનુષ્કા

અનુષ્કા શર્મા છેલ્લાં ત્રણ મહિનાથી લંડનમાં છે. તેના પુત્ર અકાયનો જન્મ પણ લંડનમાં થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં જ તેના પુત્ર સાથે ભારત પરત ફરશે. વિરાટ કોહલી માટે અનુષ્કા શર્મા પુત્ર અકાય કોહલી અને પુત્રી વામિકા કોહલી સાથે લંડનથી પરત ફરશે. તમને જણાવી દઈએ કે વિરાટ પણ પત્નીની પ્રેગ્નેન્સી બાદ લાંબી રજા પર હતો, પરંતુ આઈપીએલ સાથે તે પરત ફર્યો છે.

આ પણ વાંચો: અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ની રિલીઝના 4 મહિના પહેલા જ ત્રીજા પાર્ટને લઈને સામે આવ્યું મોટું અપડેટ!

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article