AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt Viral Video: વડોદરા પહોંચ્યા રોકી ઔર રાની, વાંચો ગુજરાત સાથેનું કેવું છે ક્નેક્શન

Rocky aur Rani kii Prem Kahaani: 28 જુલાઈએ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની રિલીઝ થઈ રહી છે, તેથી આલિયા-રણવીરે (Ranveer Singh- Alia Bhatt) વડોદરાથી જ ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું હતું. આલિયા સ્ટેજ પર રણવીર સાથે પહોંચી અને ગુજરાત સાથે ક્નેક્શન પર વાત કરી.

Alia Bhatt Viral Video: વડોદરા પહોંચ્યા રોકી ઔર રાની, વાંચો ગુજરાત સાથેનું કેવું છે ક્નેક્શન
Ranveer Singh- Alia BhattImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 6:07 PM
Share

Rocky aur Rani kii Prem Kahaani: કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહી છે. હાલમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણવીર સિંહ (Ranveer Singh) ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતના વડોદરા શહેરમાં આવ્યા હતા, જ્યાં બંનેએ ખૂબ જ મસ્તી કરી હતી અને આલિયા ભટ્ટે એ પણ જણાવ્યું હતું કે તેને ગુજરાત સાથે તેનો લોહીનો સંબંધ છે.

વડોદરામાં કર્યું ફિલ્મનું પ્રમોશન

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ 28 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહે વડોદરાથી ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું છે. સ્ટેજ પર પહોંચેલી આલિયાએ જણાવ્યું કે તે ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રમોશન દરમિયાન અહીં આવી શકી ન હતી, પરંતુ તેણે વડોદરાથી રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું પ્રમોશન શરૂ કર્યું છે. આ દરમિયાન આલિયા ભટ્ટે ગુજરાત સાથે તેનો ખાસ સંબંધ છે તે વિશે વાત કરી હતી.

અહીં જુઓ વીડિયો

(VC: Viral Bhayani Instagram)

તમને જણાવી દઈએ કે મહેશ ભટ્ટના પિતા એટલે કે આલિયા ભટ્ટના દાદા નાનાભાઈ ભટ્ટ ગુજરાતના પોરબંદર કાઠિયાવાડમાં રહેતા એક હિન્દુ બ્રાહ્મણ હતા. પરંતુ બહુ ઓછાં લોકો જાણે છે કે નાનાભાઈ પહેલેથી જ પરિણીત હતા, તેમ છતાં તેઓનો શિરીન મોહમ્મદ અલી એટલે કે મહેશ ભટ્ટની માતા સાથે સંબંધ હતો. પારિવારિક સમસ્યાને કારણે તે બંનેએ ક્યારેય લગ્ન કર્યા ન હતા. પરંતુ તેમને બે બાળકો મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ છે. આમ આલિયાને ખરેખર ગુજરાત સાથે લોહીનો સંબંધ છે.

આ પણ વાંચો : Ajmer 92 Trailer: અજમેર 92નું ટ્રેલર થયું રિલીઝ, બ્લેકમેલ, રેપ અને સુસાઈડ જોઈને દિલ હચમચી જશે, જુઓ VIDEO

રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે રોકી ઔર રાની કી પ્રેમ કહાની

રણવીર અને આલિયાની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની એક રોમેન્ટિક ડ્રામા છે. લોકોને આ ફિલ્મનું ટ્રેલર પસંદ આવ્યું છે, જેમાં રોકી અને રાની પોતાના સંબંધને માટે એકબીજાના પરિવાર સાથે રહેવા જાય છે અને પછી તેમના જીવનમાં શું વળાંક આવે છે, તે તો ફિલ્મ જોઈને જ ખબર પડશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">