સલમાન ખાનને મળી ધમકી, મુંબઈ પોલીસે તેના ઘરની બહાર વધારી દીધી સુરક્ષા

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 9:47 PM

Salman Khan Recieved Threating Email: રિપોર્ટ મુજબ બોલિવુડ એક્ટર સલમાન ખાનને (Salman Khan) ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે, જે બાદ તેના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 21 એપ્રિલે સલમાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન થિયેટરોમાં રિલીઝ થવાની છે.

સલમાન ખાનને મળી ધમકી, મુંબઈ પોલીસે તેના ઘરની બહાર વધારી દીધી સુરક્ષા
Salman Khan

Salman Khan Recieved Threating Email: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એક ઈન્ટરવ્યુ બાદ સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. લોરેન્સે એક્ટરને મારી નાખવાની ધમકી આપી હતી. એવા સમાચાર છે કે સલમાનને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે, જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી છે અને મુંબઈમાં તેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સલમાન ખાનને મળ્યો ધમકીભર્યો ઈમેઈલ

એએનઆઈ મુજબ સલમાન ખાનને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો, જેને લઈને બાંદ્રા પોલીસે આઈપીસીની કલમ 506(2), 120(બી) અને 34 હેઠળ કેસ નોંધ્યો છે અને ઘરની બહાર સુરક્ષા પણ વધારી દીધી છે. આ પહેલા સલમાન ખાનની ઓફિસમાં ઈમેલ મોકલવાને લઈને શનિવારે પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગર્ગ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

ઈમેઈલમાં શું કહેવામાં આવ્યું?

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોલ્ડી બ્રારના સાથી રોહિત તરફથી કહેવામાં આવ્યું હતું કે સલમાને લોરેન્સનો ઈન્ટરવ્યુ જોયો જ હશે અને જો તેને ન જોયો હોય તો જોઈ લે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ મામલાને ખતમ કરવા માટે ગોલ્ડી સલમાન ખાનને મળવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિતે મેઈલમાં એમ પણ લખ્યું છે કે, “સમયસર કહ્યું, આગલી વખતે તમને ઝટકા જ જોવા મળશે.”

સલમાન ખાન માફી માંગી લે – લોરેન્સ

જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ તાજેતરમાં જ એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. કાળા હરણના કેસને લઈને લોરેન્સે કહ્યું હતું કે તેમના વિસ્તારમાં કોઈ પ્રાણીઓની હત્યા થતી નથી, ત્યાં કોઈ ઝાડ કાપવામાં આવતા નથી અને જ્યાં બિશ્નોઈ લોકો બહુમતી હતા ત્યાં સલમાને શિકાર કર્યો હતો. લોરેન્સે સલમાનને આવીને માફી માંગવા કહ્યું હતું. લોરેન્સ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો સલમાન આવું નહીં કરે તો તેનો અહંકાર તૂટી જશે. એક્ટરને ધમકીભર્યા મેલના સમાચાર છે, જે પછી સલમાન ફરીથી ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો : Viral Video: ‘ક્વિક સ્ટાઈલ’ સાથે રવીના ટંડને ડાન્સ ફ્લોર પર મચાવી ધૂમ, ‘ટિપ ટિપ બરસા પાની’ પર કર્યો ડાન્સ

આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન ખાન

ધમકીભર્યા મેલ સિવાય જો આપણે સલમાન ખાનની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ, તો તેને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં ખાસ કેમિયો રોલમાં જોવા મળ્યો છે. 21 એપ્રિલે તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન થિયેટરોમાં રિલીઝ થવાની છે, જેની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. તેની ફિલ્મ ટાઈગર 3ની પણ લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે, જે વર્ષના અંતમાં જોવા મળશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati