Viral Video: ‘ક્વિક સ્ટાઈલ’ સાથે રવીના ટંડને ડાન્સ ફ્લોર પર મચાવી ધૂમ, ‘ટિપ ટિપ બરસા પાની’ પર કર્યો ડાન્સ

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 7:22 PM

બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon) સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર રવીના ટંડનના 7.8 મિલિયન લોકો ફોલો કરે છે. ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા માટે તે વીડિયો અને તસવીરો શેયર કરે છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: 'ક્વિક સ્ટાઈલ' સાથે રવીના ટંડને ડાન્સ ફ્લોર પર મચાવી ધૂમ, 'ટિપ ટિપ બરસા પાની' પર કર્યો ડાન્સ
Quick Style Group - Raveena Tandon

બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નોર્વેજીયન હિપ-હોપ ગ્રુપ ક્વિક સ્ટાઈલ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં રવીના ટંડન તેના આઈકોનિક ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ પર ડાન્સ કરી રહી છે. રવીના ટંડનનો આ વીડિયો ફેન્સ અને સેલેબ્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં ‘ક્વિક સ્ટાઈલ’ સાથે રવિનાનો ડાન્સ જોઈને તમે પણ આ ગીત પર ડાન્સ કરવા માટે મજબૂર થઈ જશો. થોડા જ સમયમાં રવીનાના આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ગયા છે. નોર્વેજીયન હિપ-હોપ ગ્રુપ ‘ક્વિક સ્ટાઈલ’ હાલમાં ભારતના પ્રવાસે છે.

અહીં જુઓ રવીનાનો વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Quick Style (@thequickstyle)

‘ક્વિક સ્ટાઈલ’ સાથે વીડિયો બનાવી રહ્યા છે સેલેબ્સ

સોશિયલ મીડિયા પર ‘ક્વિક સ્ટાઈલ’ સતત સેલેબ્સ સાથે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેયર કરી રહ્યા છે. રવીના ટંડન પહેલા ‘ક્વિક સ્ટાઈલ’એ ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટર સુનીલ શેટ્ટી સાથેના વીડિયો પણ શેયર કર્યા હતા, તે વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવ્યા હતા.

રવીના ટંડન સાથેનો વીડિયો શેયર કરતાં ‘ક્વિક સ્ટાઈલ’એ લખ્યું, ‘જ્યારે તમે ઓરિજિનલ સાથે ડાન્સ કરો છો, ત્યારે તે અલગ જ હોય છે.’ રવીના ટંડનની 1994માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મોહરા’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને લોકો આજે પણ તેના ગીતો પર ડાન્સ કરવાનું પસંદ કરે છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને રવિના ટંડનની જોડી જોવા મળી હતી.

આ પણ વાંચો : ભવિષ્યમાં પુત્રી નિતારાને થેરાપિસ્ટની પડી શકે છે જરૂર, માતા ટ્વિંકલ ખન્નાએ કેમ કહી આ વાત?

‘ઘુડચડી’માં જોવા મળશે રવીના ટંડન

રવીના ટંડનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેણે ફિલ્મો પછી ઓટીટી પર વેબ સિરીઝ સાથે ડેબ્યુ કર્યું છે. રવીના ટંડન નેટફ્લિક્સ વેબ સિરીઝ ‘અરણ્યક’માં જોવા મળી હતી, જેને દર્શકો તરફથી ખૂબ જ સારો રિસપોન્સ મળ્યો હતો. રવીના ટંડન પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. જેમાં બિનોય ગાંધી દ્વારા નિર્દેશિત ‘ઘુડચઢી’નું નામ પણ સામેલ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati