AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાર્તિક આર્યને કેમ કહ્યું વારંવાર આવે વર્ષ 2022, ફોટો શેયર કરીને જણાવ્યું કારણ

વર્ષ 2022 પૂરું થવા પર એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) ખુશ છે અને કાર્તિકે સોશિયલ મીડિયાની મદદથી એ પણ શેયર કર્યું છે કે કયા કારણોસર વર્ષ 2022 તેના માટે ખાસ હતું. તમને જણાવી દઈએ કે કાર્તિકે ત્રણ અલગ-અલગ ફોટો આ પોસ્ટમાં શેયર કર્યા છે.

કાર્તિક આર્યને કેમ કહ્યું વારંવાર આવે વર્ષ 2022, ફોટો શેયર કરીને જણાવ્યું કારણ
Kartik AaryanImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 8:36 PM
Share

બોલિવૂડ માટે વર્ષ 2022 મિક્સ્ડ વ્યૂઝ અને રિવ્યૂથી ભરેલું હતું. કેટલાક કારણો ખુશ થવાના હતા તો કેટલાક સમાચારોએ દુઃખી પણ કર્યા હતા. પરંતુ એક્ટર કાર્તિક આર્યન માટે આ વર્ષ ખૂબ જ ખાસ હતું. કાર્તિક આર્યન ઈચ્છે છે કે આ વર્ષ તેના જીવનમાં વારંવાર આવે. વર્ષ 2022 પૂરું થવા પર એક્ટર કાર્તિક આર્યન ખુશ છે અને તેને સોશિયલ મીડિયાની મદદથી એ પણ શેયર કર્યું છે કે વર્ષ 2022 તેના માટે કેમ ખાસ હતું.

વર્ષ 2022 રહ્યું કાર્તિક આર્યન માટે ખાસ

કાર્તિક આર્યને તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે જેમાં તે સ્વેગમાં જોવા મળી રહ્યો છે. ચશ્મા પહેરીને પોઝ આપતી વખતે કાર્તિક તેના બિન્દાસ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફોટો શેયર કરવાની સાથે કાર્તિકે કેપ્શનમાં લખ્યું- બાય બાય 2022, આ વર્ષ મારા માટે ખરેખર ખાસ રહ્યું છે. હું ઈચ્છું છું કે મારા જીવનમાં 2022 જેવા વધુ વર્ષો આવે. આ વર્ષ મને જીવનભર યાદ રહેશે. આ વર્ષે મને મારી સૌથી મોટી બ્લોકબસ્ટર ભૂલ ભુલૈયા 2 આપવા બદલ આભાર.

તમને જણાવી દઈએ કે કાર્તિકે ત્રણ અલગ-અલગ ફોટો આ પોસ્ટમાં શેયર કર્યા છે. કાર્તિકે આ ત્રણ ફોટા દ્વારા જણાવ્યું છે કે આ કારણોસર તેના માટે વર્ષ 2022 ખૂબ જ ખાસ રહેશે. પહેલો ફોટો તેની ફિલ્મ ભૂલ ભુલૈયાનો છે, બીજો ફોટો તેની ફિલ્મ ‘ફ્રેડી’ના પોસ્ટરનો છે, જ્યારે ત્રીજા ફોટોમાં તે તેના પેટ ડોગ કટોરી સાથે જોવા મળે છે. કટોરી સાથે કાર્તિકનો પ્રેમ ખૂબ જ ખાસ છે અને તે સોશિયલ મીડિયા પર તેના ક્યૂટ બોન્ડિંગના ફોટા શેયર કરતો રહે છે.

કૃતિ સાથે કરશે 2023ની શરૂઆત

કાર્તિક આર્યને પોસ્ટ શેયર કર્યા પછી તેના કોમેન્ટ બોક્સમાં તેને ફેન્સ અને અન્ય લોકો તેને અભિનંદન પાઠવ્યા અને વર્ષ 2023 માટે પણ શુભેચ્છાઓ આપી. તમને જણાવી દઈએ કે એક્ટરની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કર્યો છે. આ સિવાય ઓટીટી પ્લેટફોર્મ પર પણ તેને ધૂમ મચાવી હતી. તેની ફિલ્મ ‘ફ્રેડી’ને ફેન્સ તરફથી સારા વ્યુઝ મળ્યા છે. વર્ષ 2023ની વાત કરીએ તો તેની ફિલ્મ શહેજાદા 10 ફેબ્રુઆરી, 2023ના રોજ થિયેટરોમાં રિલીજ થવા માટે તૈયાર છે, જેમાં તે કૃતિ સેનન સાથે જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">