AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushmann Khurrana Father Death: આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા

Ayushmann Khurrana Father Passes Away: ફિલ્મ એક્ટર આયુષ્માન ખુરાનાને (Ayushmann Khurrana) મોટો ઝટકો લાગ્યો છે. તેના પિતા અને ફેમસ જ્યોતિષ પી ખુરાનાનું અવસાન થયું છે. પી ખુરાનાને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

Ayushmann Khurrana Father Death: આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા
Ayushmann Khurrana Father Death
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 4:21 PM
Share

Ayushmann Khurrana Father Passes Away: ફિલ્મ એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને અપારશક્તિ ખુરાનાના પિતા પી ખુરાનાનું શુક્રવારે નિધન થયું. પી ખુરાના ફેમસ જ્યોતિષી હતા. પી ખુરાના હાર્ટ સંબંધિત બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને બે દિવસ પહેલા પંજાબના મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પી ખુરાનાના આજે સાંજે 5.30 વાગ્યે મણિમાજરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પી ખુરાનાની બગડતી તબિયતને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે તેની તબિયત વધુ ખરાબ થઈ હતી.

ઉપરાષ્ટ્રપતિ આજે આયુષ્માનનું કરવાના હતા સન્માન

આયુષ્માન ખુરાનાના પિતાનું અવસાન થયું છે, જ્યારે આજે પંજાબ યુનિવર્સિટીમાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા તેનું સન્માન થવાનું હતું. ખાસ વાત એ છે કે આયુષ્માન ખુરાના તેના પિતાની ખૂબ નજીક હતો. પિતાના કહેવાથી જ તેને પોતાના નામનો સ્પેલિંગ બદલ્યો હતો. તેના પિતાએ તેને કહ્યું હતું કે તેના નામનો સ્પેલિંગ બદલવાથી તેની કરિયરને ફાયદો થશે.

સફળતાનો શ્રેય પિતાને આપે છે આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના તેના પિતાની ખૂબ નજીક છે. આયુષ્માન તેના પિતાને પોતાનો હીરો માને છે. આયુષ્માને ફાધર્સ ડે પર તેના પિતા માટે એક નોટ પણ પોસ્ટ કરી હતી. જેમાં આયુષ્માને કહ્યું, ‘મારા પિતાએ કાયદાનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેઓ જ્યોતિષ બનવાનું પસંદ કરતા હતા. તેમને સંગીત, કવિતા અને કલાની ઘણી સમજ છે. તેમની પાસેથી જ મને કલા પ્રત્યેનો પ્રેમ જાગ્યો. આજે હું જે કંઈ પણ છું, તેમાં મારા પિતાનો મોટો હાથ છે. તમે જ અમને શિસ્ત શીખવી અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી. આ સાથે દરેક પગલા પર હિંમત સાથે ઉભા રહો.

પી ખુરાનાનું એસ્ટ્રોલોજીમાં હતું મોટું નામ

પંડિત પી ખુરાના એસ્ટ્રોલોજીના ક્ષેત્રમાં ખૂબ પ્રખ્યાત હતા. તેમને જ્યોતિષ સાથે સંબંધિત ઘણા પુસ્તકો પણ લખ્યા છે. જ્યોતિષના ક્ષેત્રમાં તેમના જ્ઞાનને કારણે તેમને ઘણું માન-સન્માન મળતું હતું. તેમને પોતાનો વારસો બે વર્ષ પહેલા શિલ્પા ધરને આપ્યો હતો. તેમને કહ્યું કે શિલ્પા ધરે તેમના દ્વારા લેવામાં આવેલી તમામ પરીક્ષાઓ પાસ કરી છે.

આ પણ વાંચો : Sudha Murthy: ‘બસ કંડક્ટર હૈ ક્યા…’ પતિ સાથેની પહેલી મુલાકાતમાં આવું હતું સુધા મૂર્તિનું રિએક્શન, જુઓ Funny Video

અપારશક્તિ ખુરાનાના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ખૂબ જ દુઃખ સાથે તમને જાણ કરવામાં આવે છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા અને જ્યોતિષી પી ખુરાના હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમણે આજે સવારે 10:30 વાગ્યે મોહાલીમાં અંતિમ શ્વાસ લીધા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">