AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha Murthy: ‘બસ કંડક્ટર હૈ ક્યા…’ પતિ સાથેની પહેલી મુલાકાતમાં આવું હતું સુધા મૂર્તિનું રિએક્શન, જુઓ Funny Video

Sudha Murthy Video: સોશિયલ વર્કર સુધા મૂર્તિ (Sudha Murthy) હાલમાં જ કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દર્શકો સાથે ઘણી ફની વાતો શેર કરી હતી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Sudha Murthy: 'બસ કંડક્ટર હૈ ક્યા...' પતિ સાથેની પહેલી મુલાકાતમાં આવું હતું સુધા મૂર્તિનું રિએક્શન, જુઓ Funny Video
Sudha Murthy
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 9:47 PM
Share

The Kapil Sharma Show: સોશિયલ વર્કર અને ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેયરપર્સન સુધા મૂર્તિએ (Sudha Murthy) હાલમાં જ પોપ્યુલર ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માં ગુનીત મોંગા અને રવિના ટંડન સાથે ભાગ લીધો હતો. જ્યાં તેમણે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી ફની વાતો બધા સાથે શેર કરી. આ દરમિયાન સુધા મૂર્તિએ તેમના પતિ નારાયણ મૂર્તિ સાથેની તેમની પહેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સુધા મૂર્તિએ પહેલી મુલાકાતની કહી સ્ટોરી

સુધા મૂર્તિએ કપિલ સાથે વાત કરતા કહ્યું કે, મારા પતિના એક મિત્ર હતા, જેનું નામ પ્રસન્ના હતું. અમે જ્યારે પણ બસમાં નોકરીએ જતા ત્યારે તે રોજ એક પુસ્તક લઈને આવતો. જેના પર નારાયણ મૂર્તિ ઈસ્તામ્બુલ, નારાયણ મૂર્તિ પેશાવર, નારાયણ મૂર્તિ પેરિસ લખેલું હતું..પછી મેં વિચાર્યું કે શું આ નારાયણ મૂર્તિ ઈન્ટરનેશનલ બસ કંડક્ટર છે?

અહીં જુઓ વીડિયો

મને લાગ્યું કે હેન્ડસમ હશે નારાયણ મૂર્તિ – સુધા મૂર્તિ

સુધા મૂર્તિએ વધુમાં કહ્યું કે, “એક દિવસ અમે તેમને પૂછ્યું કે આ નારાયણ મૂર્તિ કોણ છે. પછી તેમણે મને કહ્યું કે તે મારો મિત્ર છે. જે પેરિસથી ભારત આવ્યો છે અને તમને એકવાર મળવા માંગે છે. તેથી મને પણ લાગ્યું કે તે ફિલ્મી હીરો જેવો હશે, હેન્ડસમ, બોલ્ડ અને ડેશિંગ…”

આ સાથે સુધા મૂર્તિએ નારાયણ મૂર્તિના વજન વિશે વાત કરતાં એક મજાની વાત પણ કહી. તેમણે કહ્યું, “નારાયણ મૂર્તિનું વજન લગ્ન સમયે જેટલું હતું એટલું જ છે, કારણ કે હું ખૂબ જ ખરાબ કૂક છું.. તેથી જ મારા પતિનું વજન એટલું જ રહ્યું છે.”

આ પણ વાંચો : Urvashi Rautela Necklace: ઉર્વશી રૌતેલાના મગરવાળા નેકલેસની કિંમત છે 200 કરોડ, આ છે ખાસિયતો, ટ્રોલ થવા પર તોડ્યું મૌન

પદ્મ ભૂષણથી સન્માનિત છે સુધા મૂર્તિ

તમને જણાવી દઈએ કે સુધા મૂર્તિના પતિ એનઆર નારાયણ મૂર્તિ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર છે. સુધા મૂર્તિને હાલમાં સામાજિક કાર્યમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. બંનેના લગ્ન વર્ષ 1978માં થયા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">