AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News : અજય દેવગણના ચાહકો માટે સારા સમાચાર, ‘Maidaan’ અને ‘RRR’ ની હવે નહીં થાય બોક્સ ઓફિસ પર ટક્કર

આરઆરઆર (RRR) અને મેદાન (Maidaan), બંને આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મો છે. અનુભવી કલાકારોથી સજ્જ આ ફિલ્મોની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Big News : અજય દેવગણના ચાહકો માટે સારા સમાચાર, ‘Maidaan’ અને ‘RRR’ ની હવે નહીં થાય બોક્સ ઓફિસ પર ટક્કર
RRR, Maidaan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 11:15 PM
Share

થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે એસએસ રાજામૌલી (SS Rajamouli) તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આરઆરઆર’ (RRR) ને તે દિવસે રિલીઝ કરી રહ્યા છે, જે દિવસે બોની કપૂર (Boney Kapoor) દ્વારા નિર્મિત ફિલ્મ ‘મેદાન’ (Maidaan) રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મોમાં એક વસ્તુ સમાન છે. તે છે- અજય દેવગણ (Ajay Devgn)

અજય દેવગણ બંને ફિલ્મોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગણની ‘મેદાન’ 13 ઓક્ટોબર, 2021 ના ​​રોજ રિલીઝ થઈ રહી છે. જોકે, હવે સમાચાર આવ્યા છે કે ‘RRR’ અને ‘મેદાન’ હવે બોક્સ ઓફિસ પર ટકરાશે નહીં.

આ સમાચાર ફિલ્મ નિર્માતાઓ અને અજય દેવગણના ચાહકો માટે થોડી રાહત લાવ્યા છે, કારણ કે અભિનેતાના ચાહકો માટે રિલીઝ સમયે કઈ ફિલ્મ પ્રથમ જોવી તે નક્કી કરવું મુશ્કેલ બન્યું હોત. જ્યારે તે જ તારીખે રાજામૌલીની ‘RRR’ રિલીઝ થવાની વાત આવી ત્યારે બોની કપૂર આનાથી ખૂબ નારાજ હતા.

એક અહેવાલ મુજબ, ‘RRR’ નું કામ હજુ પૂરું થવાનું બાકી છે, તેથી ફિલ્મની રિલીઝ તારીખ આગામી વર્ષે એપ્રિલ સુધી આગળ ધપાવી દેવામાં આવી છે. ફિલ્મનું VFX અને પોસ્ટ પ્રોડક્શનનું કામ હજુ પણ બાકી છે.

મેદાનની રિલીઝ પર પણ ગહેરાયો સંકટ

તે જ સમયે, ‘મેદાન’ના કેટલાક ભાગોનું શૂટિંગ કરવાનું બાકી છે. ફિલ્મનું શૂટિંગ 20 ઓગસ્ટથી ફરી શરૂ થયું. 3 દિવસ પહેલા ફિલ્મનું આ શેડ્યૂલ પૂર્ણ થયું છે. હવે બાકીનું શૂટિંગ ઓક્ટોબરમાં પૂરું થશે, કારણ કે આ ભાગ માટે મોટા વિસ્તારની જરુરીયાત છે. અત્યારે એ પણ સ્પષ્ટ નથી કે ‘મેદાન’ 13 ઓક્ટોબરે રિલીઝ થશે કે નહીં. કારણ કે તાઉતે તોફાન બાદ   બર્બાદ થયેલા મેદાનના સેટને કારણે ફિલ્મ મેકર્સને ઘણું નુકસાન થયું હતું અને શૂટિંગને અસર થઈ હતી. તેથી ફરીથી શૂટિંગનું શેડ્યુલ રાખવું પડશે.

બોની કપૂર દ્વારા નિર્મિત અને અજય શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત કીર્તિ સુરેશ, પ્રિયામણી અને ગજરાજ રાવ પણ મહત્વની ભૂમિકામાં છે. તે જ સમયે, RRR ની વાત કરીએ તો અજય દેવગણ સિવાય આલિયા ભટ્ટ, જુનિયર NTR અને રામ ચરણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. RRR અને મેદાન બંને આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મો છે. અનુભવી કલાકારોથી સજ્જ આ ફિલ્મોની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :- Sushmita Sen એ ખુબ શાનદાર રીતે કર્યું ભાભીનું શ્રીમંત, Photosમાં જુઓ અભિનેત્રીની સુંદર શૈલી

આ પણ વાંચો :- ‘શેરશાહ કી દાસ્તાન’ બતાવીને Captain Vikram Batra ને આપી શ્રદ્ધાંજલિ, હૃદયસ્પર્શી છે આ વિડીયો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">