લગ્ન પહેલા અંકિતા લોખંડેને હોસ્પિટલમાં કરવી પડી દાખલ, ડૉક્ટરે બેડ રેસ્ટની સલાહ આપી તો લખી આ ભાવુક પોસ્ટ

અંકિતા અને વિકીના ઘરે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, બંને મુંબઈના ગ્રાન્ડ હયાતમાં લગ્ન કરશે. થોડા દિવસો પહેલા આ કપલની નજીકની મિત્ર શ્રદ્ધા આર્યએ લગ્નના કાર્ડની તસવીર શેર કરી હતી.

લગ્ન પહેલા અંકિતા લોખંડેને હોસ્પિટલમાં કરવી પડી દાખલ, ડૉક્ટરે બેડ રેસ્ટની સલાહ આપી તો લખી આ ભાવુક પોસ્ટ
Ankita Lokhande

‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડે (Ankita Lokhande) તાજેતરમાં તેના બોયફ્રેન્ડ વિકી જૈન (Vicky Jain) સાથે લગ્ન કરવા જઈ રહી છે. અંકિતાને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રીના પગમાં મચકોડ આવી ગઈ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ ડોક્ટરોએ તેમને બેડ રેસ્ટની સલાહ આપી છે. તેના મિત્રએ કહ્યું કે સદનસીબે કોઈ ફ્રેક્ચર થયું નથી.

અંકિતા અને વિકીના ઘરે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, બંને મુંબઈના ગ્રાન્ડ હયાતમાં લગ્ન કરશે. થોડા દિવસો પહેલા આ કપલની નજીકની મિત્ર શ્રદ્ધા આર્યએ લગ્નના કાર્ડની તસવીર શેર કરી હતી. તેના લગ્ન પહેલાની ઉજવણી વિશે વાત કરીએ તો, અંકિતાએ મસ્તીભરી બેચલર્સ પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં સૃષ્ટિ રોડે, શ્રદ્ધા આર્ય સહિત ઘણા કલાકારોએ હાજરી આપી હતી. અભિનેત્રીએ તેના બેચલર્સ માટે બર્ગન્ડી રંગનો ડ્રેસ પહેર્યો હતો. તાજેતરમાં, વિકી અને અંકિતાએ એક ફંક્શનમાં પરંપરાગત મહારાષ્ટ્રીયન ડ્રેસ પહેર્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી.

અંકિતા અને વિકી છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. આ ખાસ અવસર પર અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “ડિયર વિકી, તમે મુશ્કેલ સમયમાં મારી સાથે હતા. તમે હંમેશા મારા જીવનમાં એવા પ્રથમ વ્યક્તિ છો જે મને પૂછે છે કે શું મને કોઇ વસ્તુની જરૂર છે. જો હું મુશ્કેલીમાં હોઉ, તો હું તમારી સાથે વાત કરીશ.

અભિનેત્રીએ આગળ લખ્યું, તમે હંમેશા મારી કાળજી રાખો છો અને હું તમને કહું છું કે હું બિલકુલ ઠીક છું, કારણ કે હું જાણું છું કે તમે હંમેશા મારી સાથે છો. વિશ્વના શ્રેષ્ઠ બોયફ્રેન્ડ હોવા બદલ હું તમારો આભાર માનું છું. અંકિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના બેચલરેટના ઘણા ફોટા શેર કર્યા છે. અંકિતા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અંકિતાના કરિયરને ‘પવિત્ર રિશ્તા’થી ઓળખ મળી. આ શો 2009માં શરૂ થયો હતો.

આ પણ વાંચો –

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જમાઈ એ સસરાને કીધું કે તમારી દિકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે !!!

આ પણ વાંચો –

‘તારક મહેતા’ ફેમ દિલીપ જોશીની દિકરીના આ ગ્રાન્ડ હોટેલમાં થશે લગ્ન, શું દયાભાભી લગ્નમાં થશે સામેલ ?

આ પણ વાંચો –

Gram Panchayat Election : દેડીયાપાડા ગ્રામ પંચાયત વિકાસથી વંચિત, મતદારોની ચૂંટણી પહેલા રસ્તા-પાણીની માગ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati