કે એલ રાહુલ અને આથિયા શેટ્ટીના 2023ની શરૂઆતમાં કરશે લગ્ન? રાહુલે લીધી પર્સનલ લીવ
બોલિવૂડ એક્ટર આથિયા શેટ્ટી (Athiya Shetty) અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દરમિયાન બંનેના સ્ટારના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ હવે રિપોર્ટ મુજબ બીસીસીઆઈ એ કે એલ રાહુલની પર્સનલ લીવ એપ્રૂવ કરી છે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. બંનેના લગ્નને લઈને પણ સોશિયલ મીડિયા પર દરરોજ અફવાઓ ઉડતી રહે છે. કે એલ રાહુલ અને આથિયા શેટ્ટી છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આથિયા અને કેએલ રાહુલ જાન્યુઆરીમાં લગ્ન કરી શકે છે. આ લગ્નની ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં બીસીસીઆઈ એ ભારતીય ક્રિકેટર કે એલ રાહુલની પર્સનલ લીવ એપ્રૂવ કરી છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યું છે કે રાહુલે તેના લગ્ન માટે આ રજા લીધી છે અને જાન્યુઆરીમાં તે અને આથિયા સાથે સાત ફેરા લેશે. પરંતુ લગ્નને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી.
બીસીસીઆઈ એ રાહુલની પર્સનલ લીવ કરી એપ્રૂવ
બિઝનેસ ટુડેના લેટેસ્ટ રિપોર્ટ મુજબ બીસીસીઆઈ એ રાહુલની પર્સનલ લીવની રિક્વેસ્ટ એપ્રૂવ કરી છે. થોડા દિવસો પહેલા મીડિયા સાથે વાતચીત દરમિયાન આથિયા અને રાહુલના કોમન ફ્રેન્ડે કહ્યું હતું કે આ કપલ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યું છે, પરંતુ તારીખ વિશે કોઈ ચોક્કસ જાણકારી મળી નથી.
View this post on Instagram
બંને જલ્દી કરશે લગ્ન – સુનીલ શેટ્ટી
પિંકવિલા સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન સુનીલ શેટ્ટીને જ્યારે પૂછવામાં આવ્યું કે કેએલ રાહુલ અને આથિયા ક્યારે લગ્ન કરશે, તો તેના જવાબમાં સુનિલ શેટ્ટીએ કહ્યું- જલ્દી થશે. હવે સુનીલના જવાબ પરથી લાગે છે કે બંને જલ્દી લગ્ન કરશે. ત્યારથી ફેન્સ આ સેલિબ્રિટી કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
લાંબા સમયથી એકબીજાને કરી રહ્યાં છે ડેટ
રાહુલ અને આથિયા લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરવા માટે વેકેશન પર જતા હોય છે. લાંબા સમય સુધી બંનેએ તેમના સંબંધોને સીક્રેટ રાખ્યા હતા. આથિયા ઘણીવાર કેએલ રાહુલની ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચોમાં તેની સાથે જોવા મળે છે.
આથિયાએ 2015માં કરી હતી કરિયરની શરૂઆત
આથિયાએ 2015માં સૂરજ પંચોલી સાથે ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે બે ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જે ફિલ્મ ‘મુબારકાં’ અને ‘મોતીચુર ચકનાચૂર’ છે, જેમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો.