AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દંગલ સ્ટાર ફાતિમા સના શેખ સાથે પિકલબોલ રમતો જોવા મળ્યો આમિર ખાન, ચાહકો આપી રહ્યા છે પ્રતિક્રિયા, જુઓ Video

Aamir Khan and Fatima Sana Shaikh: બોલીવુડ એક્ટર આમિર ખાન (Aamir Khan) લાઈમલાઈટથી દૂર રહે છે અને ઈન્ડસ્ટ્રીમાં પણ બહુ ઓછા લોકો સાથે વાતચીત કરે છે. પરંતુ દંગલ ફેમ કોસ્ટાર ફાતિમા સના શેખ સાથે તેનું બોન્ડિંગ ખૂબ જ ખાસ છે. એક્ટર હાલમાં તેની સાથે સ્પોટ થયો છે.

દંગલ સ્ટાર ફાતિમા સના શેખ સાથે પિકલબોલ રમતો જોવા મળ્યો આમિર ખાન, ચાહકો આપી રહ્યા છે પ્રતિક્રિયા, જુઓ Video
Aamir Khan and Fatima Sana Shaikh
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 8:42 PM
Share

Mumbai: દંગલ ફિલ્મમાં ગીતા ફોગટનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ ફાતિમા સના શેખ અનેક પ્રસંગોએ આમિર ખાન (Aamir Khan) સાથે જોવા મળી છે. બંનેના ખાસ બોન્ડિંગની ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે આમિર ખાન સાથે પિકલબોલ રમતી જોવા મળી રહી છે . બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર ફેન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આમિર અને ફાતિમા સ્પોર્ટ ડ્રેસમાં છે અને પિકલબોલ રમી રહ્યા છે. બંને સાથે વાત પણ કરી રહ્યા છે. એવું લાગે છે કે બંને આ ગેમને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. આ વીડિયો મુંબઈનો છે જ્યાં તે પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને ગેમ રમી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર ફેન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

View this post on Instagram

A post shared by yogen shah (@yogenshah_s)

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે ઘરની અંદર શૂટ કરવું સારી વાત નથી. આ સિવાય તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખો. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે તેમની મરજી તેમની લાઈફ, તે જેમ ઈચ્છે તેમ કરે. એક યુઝરે લખ્યું છે કે તેને ફિલ્મમાં આમિર ખાનની પુત્રી તરીકે બનાવવામાં આવી હતી, રિયલ લાઈફમાં નહીં.

આ પણ વાંચો: IIFA 2023 : બાળકને જોતા જ રોકાયો સલમાન ખાન, તેને ગળે લગાવ્યો, ક્યૂટ મોમેન્ટનો વાયરલ થયો Video

આ ફિલ્મમાં જોવા મળશે ફાતિમા

તમને જણાવી દઈએ કે જ્યારે કિરણ રાવ અને આમિર ખાનના છૂટાછેડા થયા હતા, ત્યારે ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફાતિમાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું અને તેને આ લગ્ન તૂટવાનું કારણ જણાવ્યું હતું. બાદમાં આમિર ખાને એક નિવેદન જાહેર કરીને કિરણ સાથેની તેમની અત્યાર સુધીની સફરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો, જ્યારે ફાતિમાની વાત કરીએ તો તે સૈમ બહાદુરમાં જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">