Avneet Kaur Monokini photos : 20 વર્ષની અવનીત કૌરનો બોલ્ડ અવતાર, સ્વિમિંગ પુલમાં પડાવેલા ફોટોઝ જોઈ ફેન્સ થયા દીવાના
ટીવી એક્ટ્રેસ અવનીત કૌર ( Avneet Kaur) ઘણાં બધા ટીવી શોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચુકી છે.તે સોશ્યિલ મીડિયામાં ખુબ એક્ટિવ છે. હાલમાં તેના સ્વિમિંગ પુલમાં મોનોકિની પહેરીને બ્રેકફાસ્ટ કરતા ફોટો વાયરલ થયા છે.

ટીવી એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) હાલમાં જ માલદીવમાં એક બોલ્ડ ફોટોશૂટ (Bold photoshoot) કરાવ્યું છે.જેમાં તે સ્વિમિંગ પુલમાં મોનોકિની પહેરીને બ્રેકફાસ્ટ કરી રહી છે.તેણે બ્લેક કલરની ડીપ નેક મોનોકિની પહેરી છે.જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અવનીત કૌરની બોલ્ડનેસ હવેથી લોકોના હોશ ઉડાડવા લાગી છે. આ દિવસોમાં તે માલદીવમાં રજાઓ ગાળી રહી છે આ દરમિયાન અવનીતની નવી સ્ટાઈલ દરરોજ બહાર આવી રહી છે.
ટીવી એક્ટ્રેસ અવનીત કૌર સ્વિમિંગ પુલમાં એક ફલોટિંગ બ્રેકફાસ્ટ ટેબલ સાથે દેખાઈ રહી છે.જેમાં બ્રેકફાસ્ટની ઘણી બધી વસ્તુઓ છે.તેના તમામ ફોટોઝમાં તે બોલ્ડ અને બેબાક અંદાજમાં જોવા મળી રહી છે. ઈન્સટાગ્રામ પોસ્ટમાં શેર કરેલા આ ફોટોઝ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, બેડ પર બેક્રફાસ્ટ, ના બેક્રફાસ્ટ પુલમાં.તેની સાથે તેણે ઈમોજી પણ શેર કર્યાં છે અને માલદીવ 2022 બ્રેક ફાસ્ટ હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.
અવનીતના બોલ્ડ ફોટો ઈન્સટાગ્રામ પર વાયરલ
ટીવી એક્ટ્રેસ અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ગઈ છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર 4 લાખથી વધારે લાઈક્સ મળી છે. અને હજારો કોમેન્ટ પણ આવી છે. લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે.અવનીત કૌરના આ ફોટોને કારણે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. તેના ફેન્સ આ ફોટોઝને ખુબ પંસદ કરી રહ્યાં છે. હાલ, એક્ટ્રેસ અવનીત કૌર માલદીવના પ્રવાસે હતી.
View this post on Instagram
કોણ છે અવનીત કૌર ?
અવનીત કૌર એક ટીવી એક્ટ્રેસ છે જે ઘણા બધા ટીવી શોમાં કામ કરી ચુકી છે તેના અભિનય અને લુક્સને લોકો ખુબ પંસદ કરે છે.તે નજીકના ભવિષ્યમાં કંગના રનૌતની એક ફિલ્મમાં પણ જોવા મળશે. તે સોશ્યિલ મીડિયામાં ખુબ એક્ટિવ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 31 મિલિયન કરતા વધારે ચાહકો ફોલો કરે છે. અવનીત કૌર તેના લુક, વીડિયો, ડાન્સ અને આઉટફીટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
View this post on Instagram
આ ફિલ્મમાં અવનીત જોવા મળશે
અવનીતના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ માટે હેડલાઇન્સમાં છે. તે જલ્દી જ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. તેની ફિલ્મ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તે પોતાની દરેક અદાથી લોકોનો પ્રેમ મેળવી રહી છે. તેણે અનેક બોલિવૂડ કલાકારો સાથે કામ પણ કર્યું છે.
View this post on Instagram