આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન માટે બનાવવામાં આવ્યો સુંદર મંડપ, જુઓ Viral Video
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી (Athiya Shetty) હાલમાં લગ્નને લઈને ચર્ચામાં છે. તે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર કેએલ રાહુલ (KL Rahul) સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આ દરમિયાન ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

Athiya Shetty KL Rahul Marriage: બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ હાલમાં તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. લગ્નની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. આ દરમિયાન ફોટા અને વીડિયો પણ વાયરલ થતા રહે છે. આ વર્ષના સૌથી લોકપ્રિય લગ્નોમાંથી એક છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં લગ્નના મંડપની ઝલક જોવા મળી રહી છે અને સુનિલ શેટ્ટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સામે આવ્યો અનસીન વીડિયો
આ વીડિયો સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસનો છે જ્યાં લગ્નનો મંડપ જોવા મળી રહ્યો છે. આ મંડપમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી સાત ફેરા લેવાના છે. આ વીડિયો ઘણા દૂરથી લેવામાં આવ્યો છે, તેથી સ્પષ્ટ ઝલક હજુ સામે આવી નથી. પરંતુ ફાર્મહાઉસને જોઈને અંદાજ લગાવી શકાય છે કે લગ્નની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
View this post on Instagram
આ કપલ ક્યારે કરશે લગ્ન?
રિપોર્ટ્સ મુજબ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરીના રોજ લગ્ન કરશે. ત્રણ દિવસના આ ગ્રાન્ડ ફંક્શનને સીક્રેટ રાખવામાં આવ્યું છે અને તેના વિશે વધુ ડિટેલ્સ શેયર કરવામાં આવી નથી. રિપોર્ટ્સ મુજબ 22 જાન્યુઆરીએ મહેંદી અને હલ્દીનો પ્રોગામ રાખવામાં આવ્યો છે. લગ્ન બાદ બે મોટા રિસેપ્શનની તૈયાર છે. એક રિસેપ્શન બેંગ્લોરમાં અને બીજું રિસેપ્શન મુંબઈમાં રાખવાની તૈયારીઓ ચાલી રહી છે. આ રિસેપ્શનમાં ફિલ્મ, ક્રિકેટ અને રાજકારણ સાથે જોડાયેલી જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Gandhi Godse Ek Yudh: રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ સામે વિરોધ પ્રદર્શન, મેકર્સે બોલાવવી પડી પોલીસ
કપલ માટે આ વર્ષ છે ખાસ
આથિયા શેટ્ટી માટે વર્ષ 2023 ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે તે તેમની રિલેશનશિપને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે. એવા ઘણા ક્રિકેટરો છે જેમણે ફિલ્મ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા છે. હવે આ લિસ્ટમાં કેએલ રાહુલનું નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે. કેએલ રાહુલ માટે પણ વર્ષ 2023 ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ વર્ષે વર્લ્ડ કપ છે. લગ્ન માટે તેને પહેલેથી જ રજા લઈ લીધી હતી અને તે હાલમાં ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ સિરીઝનો ભાગ પણ નથી. પરંતુ આશા છે કે લગ્ન બાદ તે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દેશે. વર્ષ 2023માં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પહેલા ઘણી મહત્વપૂર્ણ સિરીઝ રમવાની છે.