Viral Video: જ્યારે સલમાન ખાનને મળ્યો શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા
Viral Video: અંબાણીની પાર્ટીનો શાહરૂખ ખાનના પુત્ર અને સલમાન ખાનનો (Salman Khan) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંનેનું વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

અંબાણી પરિવારના કલ્ચર સેન્ટરના ઓપનિંગ સમયે બોલિવુડથી લઈને હોલીવુડ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. આ ઈવેન્ટની ઓપનિંગ દરમિયાન ઘણી મોટી હસ્તીઓ જોવા મળી હતી. કેટલાક લોકો અહીં સામસામે પણ જોવા મળ્યા હતા, આખી દુનિયા તેમની વચ્ચેના બોન્ડ જોવા મળ્યા હતા. સલમાન ખાન અને શાહરૂખ ખાન બેસ્ટ ફ્રેન્ડ જેવા છે. આવામાં શાહરૂખના પરિવાર સાથે સલમાનના સંબંધો કેવા છે, તે ગઈકાલે રાત્રે જોવા મળ્યું. સલમાન ખાને ગૌરી ખાન અને તેના બંને બાળકો સાથે મીડિયા સામે ઘણા પોઝ આપ્યા હતા, આ સાથે જ આર્યન ખાન અને સલમાન ખાન વચ્ચે ખાસ બોન્ડ જોવા મળ્યો હતો.
જ્યારે ભાઈજાન સાથે જોવા મળ્યો આર્યન ખાન
View this post on Instagram
ભાઈજાન સાથે જોવા મળ્યો કિંગ ખાનનો પુત્ર
ગઈકાલે રાતથી વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં આર્યન ખાન અને સલમાન ખાનનો એક વીડિયો પણ છે, જેને જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે. સલમાન ખાન અને આર્યન ખાનનો આ વીડિયો જોયા બાદ ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સલમાન ખાન અને આર્યન ખાનનો વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે ‘જો આજે સલમાનને દીકરો હોત તો કરણ અર્જુન બની ગઈ હોત.’ આ સિવાય અન્ય યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે ‘આર્યન ખાન બિલકુલ તેના પિતા શાહરૂખ જેવો છે, તેણે જે રીતે સલમાન સાથે હાથ મિલાવ્યો તે બિલકુલ તેના પિતા જેવો દેખાતો હતો.

સલમાન અને આર્યન ખાન વચ્ચેનો બોન્ડને જોઈને અન્ય એક યુઝરે લખ્યું કે કાશ આજે સલમાન ખાન પણ પરિણીત હોત અને આજે બાળકો સાથે હોત. આ સિવાય અન્ય યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને આ વીડિયો પર પોતાનો પ્રેમ વરસાવા રહ્યો છે. સલમાન અને શાહરૂખ ખાનના પરિવાર વચ્ચેના બોન્ડિંગને જોઈને આજે ફેન્સ ખુશ થઈ ગયા છે. આર્યન ખાનની પબ્લિક ઈમેજ પણ આ સમયગાળા દરમિયાન બદલાતી જોવા મળી છે. લોકો પણ આર્યનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…