AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મલાઈકાની પ્રેગ્નન્સીના સમાચાર પર ગુસ્સે થયો અર્જુન કપૂર, જાણો પોસ્ટ શેયર કરી શું કહ્યું

અર્જુન કપૂરે (Arjun Kapoor) એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેયર કરી છે, જેમાં અર્જુને એક ન્યૂઝ વેબસાઈટના ફેક ન્યૂઝ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે મલાઈકા વિશે ચાલી રહેલી પ્રેગ્નન્સીની અફવાઓથી અર્જુન ખૂબ જ નારાજ છે.

મલાઈકાની પ્રેગ્નન્સીના સમાચાર પર ગુસ્સે થયો અર્જુન કપૂર, જાણો પોસ્ટ શેયર કરી શું કહ્યું
Arjun Kapoor - Malaika Arora
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 7:39 PM
Share

મનોરંજન જગતમાં સ્ટાર્સ વિશે અફવાઓ જાણવા મળવી એ સામાન્ય વાત છે. ઘણા પોપ્પુલર કપલ્સ પણ છે, તેમના ફેન્સ પણ તેમની સાથે જોડાયેલા સમાચાર જાણવા માટે ખૂબ જ એક્સાઈટેડ રહે છે. આ લિસ્ટમાં બોલિવુડના પાવર કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું નામ પણ સામેલ છે. બંને વચ્ચેની રિલેશનશિપના સમાચાર સામે આવ્યા પછી ફેન્સ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના લગ્ન વિશે સવાલો પૂછતા રહે છે. પરંતુ, તે બંને અત્યાર સુધી આ સમાચારોને ઈગ્નોર કરી રહ્યા છે. હાલમાં જ એક ન્યૂઝ વેબસાઈટે મલાઈકા અરોરાના પ્રેગ્નન્સીના સમાચાર વિશે લખ્યું હતું, તે જોઈને અર્જુન ગુસ્સે થઈ ગયો છે. ત્યારબાદ અર્જુને તેનો જવાબ આપ્યો છે.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની ગણતરી બોલિવૂડના સ્ટાર કપલમાં થાય છે. બીજા કપલની જેમ આ કપલ વિશે પણ ઘણી અફવાઓ છે, જે એક સામાન્ય બાબત છે. પરંતુ હાલમાં જ એક ન્યૂઝ વેબસાઈટના સમાચાર વાંચીને અર્જુન કપૂર ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. જે બાદ અર્જુને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીનો એક સ્ક્રીનશોટ શેયર કર્યો છે. એક્ટ્રેસે આ સ્ટોરીમાં તે સમાચારનો યોગ્ય જવાબ આપ્યો છે.

અહીં જુઓ અર્જુન કપૂરની ઈન્સ્ટા સ્ટોરી

અર્જુને કહ્યું આ ખૂબ જ શરમજનક છે

અર્જુન કપૂરે સ્ટોરી શેયર કરતી વખતે તે વેબસાઈટના જર્નાલિસ્ટનું નામ પણ મેન્શન કર્યું છે. એક્ટરે લખ્યું છે કે આ સૌથી નીચું લેવલ છે, જેના પર તમે જઈ શકો છો. તમે ખૂબ જ શરમજનક અને અનએથિકલ છો કે તમે આ ખરાબ સમાચાર છાપી રહ્યા છો. આગળ એક્ટરે લખ્યું કે આ પત્રકાર રેગ્યુલર આવા સમાચાર લખે છે કારણ કે તે બધા ફેક છે, તેથી અમે તેને ઈગ્નોર કરીયે છીએ.

વેબસાઈટના ફેક ન્યૂઝ પર અર્જુનનો રિપ્લાય

અર્જુને વધુ ગુસ્સામાં જર્નાલિસ્ટને કહ્યું કે આ બરાબર નથી. અમારી પર્સનલ લાઈફ સાથે રમવાની હિંમત કરશો નહીં. અર્જુન કપૂરની આ ઈન્સ્ટા સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે કપલ

અર્જુન અને મલાઈકા છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ વર્ષ 2019માં એક્ટરના બર્થડે પર એક પોસ્ટ શેયર કરીને તેમના રિલેશનશિપનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું હતું. ત્યારથી બંને રોમેન્ટિક ડેટ્સ અને વેકેશન પર જતાં જોવા મળે છે. હાલમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે બંને 2023માં લગ્ન કરી શકે છે, પરંતુ કપલ તરફથી આ વિશે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">