
બોલીવુડ સ્ટાર અનિલ કપૂર (anil kapoor)ની નાની પુત્રી રિયા (rhea kapoor) કરણ બુલાની સાથે આજે (14 ઓગસ્ટ) લગ્ન કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં લગ્ન માટે રિયાનું ઘર સજાવવામાં આવ્યું છે.

તાજેતરમાં જ તસ્વીરો સામે આવી છે જેમાં અનિલ કપૂરનું ઘર દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

રિયાના લગ્ન અનિલ કપૂરના જુહુ સ્થિત ઘરે થશે, આજ કારણે છે કે આખા ઘરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.

અનિલ કપૂરના બંગલાની બહાર તસ્વીરો સામે આવી છે, જેને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિઓ અહીં થશે.

રિયા અને કરણની પહેલી મુલાકાત ફિલ્મ આયેશાના સેટ પર થઈ હતી, જ્યાંથી બંને એકબીજાની નજીક આવ્યા હતા.

રિયા અને કરણે ક્યારેય પોતાનો પ્રેમ કોઈથી છુપાવ્યો નથી.