બોલિવુડમાં BIG-Bના 52 વર્ષ પૂરા, અત્યાર સુધી ભજવેલા પાત્રોની ચાહકે આપી ઝલક

બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાની અદાકારીથી લાખો કરોડો ચાહકોના દિલ જીતતા આવ્યા છે. તેમના દ્વારા બોલાયેયા સંવાદ હજુ પણ તેમના ચાહકોને યાદ છે.

બોલિવુડમાં BIG-Bના 52 વર્ષ પૂરા, અત્યાર સુધી ભજવેલા પાત્રોની ચાહકે આપી ઝલક
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 31, 2021 | 10:23 PM

બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાની અદાકારીથી લાખો કરોડો ચાહકોના દિલ જીતતા આવ્યા છે. તેમના દ્વારા બોલાયેયા સંવાદ હજુ પણ તેમના ચાહકોને યાદ છે. તેને ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’થી હિન્દી ફિલ જગતમાં પર્દાર્પણ કર્યું હતું અને અત્યાર સુધી દરેક પાત્રમાં પોતાનો જીવ રેડતા આવ્યા છે. BIG Bએ બોલિવુડમાં 52 વર્ષ પૂરા કરી લીધા છે. (52 Years in Bollywood) જે બાબતની તેમને સોશિયલ મીડિયામાં  જાણકારી આપી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બિગ બીએ સોશિયલ મીડિયામાં પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેને દરેક વર્ષમાં ભજવેલા એક સુંદર પાત્રની ફોટો જોઈ શકાય છે. સાત હિંદુસ્તાનીથી લઈને આ વર્ષે રીલીઝ થનારી મેડે સુધી બધા પાત્રનો લુક આ પોસ્ટમાં જોવા મળશે. તેને આ પોસ્ટ શેર કરતાં લખ્યું કે 52 વર્ષ સાથે જ આ પોસ્ટર બનાવનારનો પણ આભાર માન્યો.

આ પોસ્ટને લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. સાથે જ પોસ્ટ પર કમેન્ટ કરીને ચાહકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સર તમારો મોટો ફેન છું તો બીજાએ હાઈ ઈમોજી પોસ્ટ કર્યું છે. બિગ બીએ સાત હિન્દુસ્તાનીથી બોલિવુડમાં પગ મૂક્યો હતો અને ફિલ્મ આનંદ માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. આ બાદ તેને કેટલીય સુપર હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ જંજીરથી તેને બૉલીવુડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી, જે આજે પણ કાયમ છે.

‘ચહરે’માં આવશે નજર

અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ ઈમરાન હાશમી સાથે ફિલ્મ ‘ચહરે’માં નજર આવશે. આ ફિલ્મ એપ્રિલ માહિનામાં સિનેમા ઘરોમાં રીલીઝ થવાની હતી. પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે આને પાછી ઠેલવામાં આવી હતી. ફિલ્મનું ટ્રેલર અને ટીઝર રીલીઝ થઈ ચૂક્યું છે.

આને આ મિસ્ટ્રી થ્રીલરને દર્શકોએ ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે. નિર્માતાઓએ નક્કી કર્યું છે આ ફિલ તે OTT પ્લેટફોર્મ પર નહીં, પરંતુ સિનેમા ઘરોમાં રિલિઝ કરશે. આ ફિલ્મ બિગ અને ઈમરાન હાશમી સાથે રીયા ચક્રવતી, અનુ કપૂર, ક્રિસ્ટલ ડિસુઝા, સહિત ઘણા કલાકારો અહમ ભૂમિકામાં નજર આવશે.

કોરોનાકાળમાં કરી રહ્યા છે લોકોની મદદ

અમિતાભ બચ્ચન કોરોનાકાળમાં લોકોની મદદ કરી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ માટે પૉલેન્ડથી 50 ઑક્સિજન કોન્સન્ટ્રેટર ઓર્ડર કર્યા હતા. આવા મુશ્કેલ સમયમાં પણ લોકોની બને તેટલી મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની સોનુ પહેલા કરતી હતી આ કામ, જાણો અત્યારે કમાય છે કેટલા રૂપિયા

g clip-path="url(#clip0_868_265)">